ગુજરાત

gujarat

પીએમ મોદી અમેરિકા પ્રવાસના પહેલા દિવસે ઓસ્ટ્રેલિયાના પીએમ, કમલા હેરિસ, ગ્લોબલ સીઈઓ સાથે મુલાકાત કરશે

By

Published : Sep 23, 2021, 9:08 AM IST

પીએમ મોદી અમેરિકા પ્રવાસના પહેલા દિવસે ઓસ્ટ્રેલિયાના પીએમ, કમલા હેરિસ, ગ્લોબલ સીઈઓ સાથે મુલાકાત કરશે

PM Modi US Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી થોડા સમય પહેલા અમેરિકાની રાજધાની વોશિંગ્ટન પહોંચ્યા છે. પીએમ મોદી ગઈ કાલે મોદી નવી દિલ્હીથી અમેરિકા માટે રવાના થયા હતા.

  • મોદી વોશ્ગિટન પહોંચી ગયા
  • ઉચ્ચ કંપનીએના CEO સાથે બેઠક
  • વાઈસ પ્રેસીડન્ડ કમલા હેરીસ સાથે મુલાકાત

દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાની ત્રણ દિવસની મુલાકાત માટે વોશિંગ્ટન પહોંચ્યા છે. વડાપ્રધાન મોદી અગાઉના દિવસે નવી દિલ્હીથી અમેરિકા જવા રવાના થયા હતા, જે હવે વોશિંગ્ટન પહોંચી ગયા છે. પીએમ મોદી હવે અહીંથી સીધા જ પેન્સિલવેનિયા એવન્યુ સ્થિત હોટલ વિલાર્ડ ઇન્ટરકોન્ટિનેન્ટલ માટે રવાના થશે અને અહીં રોકાશે.

ઉચ્ચ કંપનીઓના CEOને મળશે

23 સપ્ટેમ્બરના રોજ અમેરિકી સમય અનુસાર સવારે 9:40 વાગ્યે (ભારતીય સમય અનુસાર સાંજે 7:15 વાગ્યાથી) વડાપ્રધાન મોદી હોટલમાં જ વિવિધ સીઈઓને મળશે. આ સીઈઓમાં ક્વાલકોમના પ્રમુખ અને સીઈઓ, એડોબના ચેરમેન, ફર્સ્ટ સોલરના સીઈઓ, જનરલ એટોમિક્સના ચેરમેન અને સીઈઓ અને બ્લેકસ્ટોનના સ્થાપકનો સમાવેશ થશે. તે જ સમયે, આજે પીએમ મોદી અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને પણ મળશે.

આ પણ વાંચો :વડા પ્રધાન નરેન્દ્ર મોદી વોશિંગ્ટન પહોંચ્યા : એરપોર્ટ પર લોકોએ ઉમળકાભેર તેમનું સ્વાગત કર્યું

મોદીએ સમગ્ર યાત્રાની માહિતી આપી

અમેરિકા જતા પહેલા પીએમ મોદીએ એક નિવેદનમાં તેમની સમગ્ર યાત્રાની વિગતો પણ આપી હતી. તેમણે કહ્યું, "હું યુએસ પ્રમુખ બિડેન સાથે વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારી અને પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર વિચારોની આપલે કરીશ." હું ખાસ કરીને વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં બંને દેશો વચ્ચે સહકારની તકો શોધવા માટે ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને મળવા માટે ઉત્સુક છું.

આ પણ વાંચો :ભારત દુનિયાનું સૌથી મોટુ કોરોના રસીકરણ અભિયાન ચલાવી રહ્યું છે : મોદી

યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીમાં સંબોધન

પીએમ મોદીએ આગળ કહ્યું, 'હું મારી મુલાકાત યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીમાં સંબોધન સાથે સમાપ્ત કરીશ, જેમાં કોવિડ રોગચાળો, આતંકવાદ સામે લડવાની જરૂરિયાત, આબોહવા પરિવર્તન અને અન્ય મહત્વપૂર્ણ મુદ્દાઓ સહિત વૈશ્વિક પડકારો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. મારી યુએસ મુલાકાત અમેરિકા સાથે વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત કરવા, અમારા વ્યૂહાત્મક ભાગીદારો જાપાન અને ઓસ્ટ્રેલિયા સાથેના સંબંધોને મજબૂત કરવા અને મહત્વપૂર્ણ વૈશ્વિક મુદ્દાઓ પર અમારા સહયોગને આગળ વધારવાની તક હશે. '

ABOUT THE AUTHOR

...view details