- પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવોએ લોકોની મુશ્કેલીઓ વધારી
- છેલ્લા ઘણા સમયથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો
- આજે પેટ્રોલમાં પ્રતિ લીટરે 30 પૈસા અને ડીઝલમાં 35 પૈસાનો વધારો
નવી દિલ્હી : મોંઘવારીના માર વચ્ચે પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવોએ લોકોની મુશ્કેલીઓ વધારી દીધી છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આજે સોમવારે ફરી વધારો જોવા મી રહ્યો છે. આજે સોમવારે એક લિટર પેટ્રોલની કિંમતમાં 30 પૈસાનો વધારો થયો છે, જ્યારે ડીઝલની કિંમતમાં પ્રતિ લીટર 35 પૈસાનો વધારો થયો છે.
દેશના મોટા મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ
- અમદાવાદ પેટ્રોલની કિંમત 101.86 રૂપિયા અને ડીઝલની કિંમત 100.41 રૂપિયા
- દિલ્હીમાં પેટ્રોલની કિંમત 104.44 રૂપિયા અને ડીઝલની કિંમત 93.17 રૂપિયા
- મુંબઈમાં પેટ્રોલની કિંમત 110.41 રૂપિયા અને ડીઝલની કિંમત 101.03 રૂપિયા
- ચેન્નઈમાં પેટ્રોલની કિંમત 101.79 રૂપિયા અને ડીઝલની કિંમત 97.59 રૂપિયા
- કોલકાતામાં પેટ્રોલની કિંમત 105.09 રૂપિયા અને ડીઝલની કિંમત 96.28 રૂપિયા