પંજાબ :ગુરદાસપુર જિલ્લાના ડેરા બાબા નાનકમાં બીએસએફની ચંદુ વડાલા પોસ્ટ પર (PAKISTANI DRONE SEEN ON INDIA PAK BORDER )250 મીટરની ઉંચાઈએ ભારતીય ક્ષેત્રમાં એક પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યું હતું. જવાનો દ્વારા ફાયરિંગ કર્યા બાદ ડ્રોન પાકિસ્તાન તરફ ફરી ગયું હતું. આસપાસના વિસ્તારોમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.
હેરોઈનનો કન્સાઈનમેન્ટ:ઉલ્લેખનીય છે કે, લાંબા સમયથી પાકિસ્તાન ભારતના જમ્મુ-કાશ્મીર અને પંજાબના વિવિધ વિસ્તારોમાં ડ્રોન મોકલી રહ્યું છે. (PAKISTANI DRONE)આ પહેલા પંજાબના ફાઝિલ્કા જિલ્લામાં પાકિસ્તાની ડ્રોન આવ્યું હતું. જેમને BSF જવાનોએ ઠાર માર્યો હતો. બાદમાં સર્ચ ઓપરેશન દરમિયાન હેરોઈનનો કન્સાઈનમેન્ટ મળી આવ્યો હતો. જેને જવાનોએ જપ્ત કરી લીધો હતો.
આ પણ વાંચો:બારની અંદર બનાવેલ ભોંયરામાંથી 17 મહિલાઓને બચાવાઈ, 25 ગ્રાહકોની ધરપકડ