ગુજરાત

gujarat

ETV Bharat / bharat

National Startup Day: વર્ષ 2016થી શરુ થયેલ સ્ટાર્ટઅપ ઈન્ડિયા કેવું રહ્યું? એક વિચક્ષણ સમીક્ષા

દર વર્ષે 16મી જાન્યુઆરીએ નેશનલ સ્ટાર્ટઅપ ડે ઉજવવામાં આવે છે. કેન્દ્ર સરકારે વર્ષ 2016માં 16મી જાન્યુઆરીના રોજ સ્ટાર્ટઅપ ઈન્ડિયા અભિયાનની શરુઆત કરી હતી. અત્યાર સુધી આ અભિયાનની સફર કેવી રહી, હજૂ તેની સામે કેવા છે પડકારો વગેરે વિશે વાંચો વિગતવાર તિરુપતિની શ્રી વેંકટેશ્વર યુનિવર્સિટીના કોમર્સના રીટાયર્ડ પ્રોફેસર ડૉ. હિમાચલમ દાસરાજૂના ખાસ અહેવાલમાં. National Startup Day Central Govt Year 2016 16th January

સ્ટાર્ટઅપ ઈન્ડિયા યોજના એક વિચક્ષણ સમીક્ષા
સ્ટાર્ટઅપ ઈન્ડિયા યોજના એક વિચક્ષણ સમીક્ષા

By ETV Bharat Gujarati Team

Published : Jan 16, 2024, 9:55 PM IST

હૈદરાબાદઃ ભારતીય અર્થવ્યવસ્થા પૂરપાટ ઝડપે આગળ વધી રહી છે. જેમાં સ્ટાર્ટઅપનું પણ યોગદાન છે. ભારત સરકારે દરેક ક્ષેત્રોમાં ઈનોવેશન અને ઈન્ડસ્ટ્રીને વેગ આપવા માટે વર્ષ 2016માં 16મી જાન્યુઆરીના રોજ સ્ટાર્ટઅપ ઈન્ડિયા અભિયાન શરુ કર્યુ હતું. ભારતમાં સ્ટાર્ટઅપ ઈન્ડિયા અભિયાનને પરિણામે આર્થિક વિકાસના ગતિ ઝડપી બનવાની અને રોજગારની તકો વધવાની આશા છે.

સ્ટેન્ડઅપ ઈન્ડિયા ઈન્ડિયા યોજના 5મી એપ્રિલ 2016ના રોજ 10 લાખ રુપિયાથી 1 કરોડ સુધીની બેન્ક લોનની સુવિધા સાથે શરુ થઈ હતી. જ્યારે સ્ટાર્ટઅપ ઈન્ડિયા અભિયાન અંતર્ગત યોગ્ય કંપનીઓને ટેક્સ બેનિફિટ્સ, સરળ કાર્યવાહી, આઈપીઆર ફાસ્ટ ટ્રેકિંગ અને અન્ય સુવિધાઓ મળી રહી છે. જેમાં ડીપીઆઈઆઈટી દ્વારા ઉદ્યોગોને સ્ટાર્ટઅપની માન્યતા આપવામાં આવે છે.

દર વર્ષે 16મી જાન્યુઆરીને સ્ટાર્ટઅપ ઈન્ડિયાના સ્થાપના દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વડા પ્રધાન મોદીએ 2021માં 16 જાન્યુઆરીના રોજ આજના દિવસને નેશનલ સ્ટાર્ટઅપ ડે તરીકે જાહેર કર્યો હતો. તેનો હેતુ સ્ટાર્ટઅપ ઉદ્યોગોની વૃદ્ધિ, પ્રોત્સાહન અને મજબૂતી આપવાનો છે. આ દરેક તબક્કાનું વાર્ષિક નિરીક્ષણ પણ કરવામાં આવે છે. જેનાથી ઉદ્યોગ સાહસિકો પોતાના વિચાર, અનુભવો, પ્રયોગ, સમસ્યા અને ઉકેલ વગેરેને એકબીજા સાથે વહેંચી શકે છે.

ભારતીય ઉદ્યમશીલતામાં બહુ ઝડપથી પરિવર્તન આવી રહ્યું છે. ભારત સરકાર આત્મનિર્ભર ભારત જેવી યોજનાઓ થકી સ્ટાર્ટઅપને પ્રોત્સાહિત કરી રહી છે. ભારત સ્ટાર્ટઅપ માટે એક અગ્રણી દેશ ગણાય છે. જે આજે સમગ્ર વિશ્વમાં ત્રીજા ક્રમે છે. જેમાં અમેરિકા, ચીન બાદ 30 અરબ ડોલર મૂલ્યના કુલ 100થી વધુ યુનિકોર્ન છે. જેમાં 1 બિલિયનથી વધુનું રોકાણ છે. વર્ષ 2022માં 42 ટેકનોલોજી આધારિત સ્ટાર્ટઅપ પ્રતિષ્ઠિત યુનિકોર્ન ક્લબમાં સામેલ થઈ ગયા છે. સરકારી સમર્થન અને પહેલ સાથે ભારતીય ઉદ્યોગ સાહસિકોની સફળતાની યાત્રા વિશ્વસ્તરે ધૂમ મચાવી રહી છે.

ઓક્ટોબર 2023 સુધી દેશના 763 જિલ્લાઓમાં 1,12,718 ડીપીઆઈઆઈટી માન્યતા પ્રાપ્ત સ્ટાર્ટઅપ સાથે ભારત અમેરિકા અને ચીન બાદ વિશ્વમાં ત્રીજા ક્રમે છે. ભારતનો ઈનોવેશન ગુણવત્તામાં બીજો ક્રમ આવે છે. આ ક્રમ સ્ટેટ ઓફ ધ ઈન્ડિયન સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમ રિપોર્ટ 2023માં દર્શાવવામાં આવ્યા છે. ભારતીય સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમનો ઉલ્લેખનીય વિકાસ વૈશ્વિક સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમમાં એક પ્રમુખ પ્લેયરના સ્વરુપે ઉભર્યો છે.

આર્થિક સર્વેક્ષણ રિપોર્ટ 2022-23 અનુસાર, સ્ટાર્ટઅપની સંખ્યા 2016માં 452થી વધીને 2022માં 84,012 થઈ ગઈ. ભારતમાં દરેક 84,012 સ્ટાર્ટઅપને ડીપીઆઈઆઈટી દ્વારા માન્યતા આપવામાં આવી હતી. વર્ષ 2022માં 64 ટકાની વૃદ્ધિ સાથે 9 લાખથી વધુ પ્રત્યક્ષ રોજગાર સર્જાયા. 2022માં મહારાષ્ટ્રમાં 4,801, ઉત્તર પ્રદેશમાં 2,572 અને દિલ્હીમાં 2,567 રજિસ્ટ્રેશન સાથે મહત્વના 3 સ્ટાર્ટઅપ હબના સ્વરુપે બહાર આવ્યા. આ રાજ્યો બાદ કર્ણાટક અને ગુજરાત વગેરેનો ક્રમ છે.

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને મશિન લર્નિંગનું મહત્વ વધી રહ્યું છે. તેમજ 91.5 ટકા પ્રમુખ નિવેશક એઆઈ અને એમએલમાં રોકાણ થઈ રહ્યું છે. અનુમાન લગાડવામાં આવી રહ્યું છે કે વૈશ્વિક એઆઈ બજાર 2023થી 2028 સુધી 23 ટકા સીએજીઆરથી વધવાની આશા છે. સ્કાઈક્વેસ્ટના રિપોર્ટ અનુસાર વર્ષ 2028 સુધી વૈશ્વિક ઈ કોમર્સ વેચાણ 58.74 ટ્રિલિયન ડોલર સુધી પહોંચવાની આશા છે.

જો કે કોવિડ 19ની મહામારી બાદ ઈ કોમર્સ ક્ષેત્રના બજારમાં વૃદ્ધિ જોવા મળી છે અને આશા છે કે તેનાથી નવોન્મેષી ઈ કોમર્સ પ્લેટફોર્મ તૈયાર થશે. જેમકે કોમર્સ મિનિસ્ટરે 25 સપ્ટેમ્બર 2023ના રોજ કહ્યું હતું કે, ભારતે વર્ષ 2016માં 450 સ્ટાર્ટઅપથી આ વર્ષે 1,00,000 સ્ટાર્ટઅપ રજિસ્ટ્રેશનને પાર કરી લીધું છે. જેમાં સ્ટાર્ટઅપ ઈન્ડિયાનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે.

ધી ક્રેડિબલ એન્યૂઅલ રિપોર્ટ 2023ના અનુસાર આ ભારતીય સ્ટાર્ટઅપ્સ માટે એક કપરો સમય હતો, કારણ કે ફંડિંગની ઉણપને લીધે સ્ટાર્ટઅપ્સ પાંગળા બની ગયા હતા. વર્ષ 2024ના પ્રથમ અડધા મહિના સુધી પણ સ્થિતિમાં કોઈ ખાસ સુધારો જોવા મળ્યો નથી.

અત્યારના દિવસોમાં સ્ટાર્ટઅપ્સને ગંભીર પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. જે તેમના દીર્ઘાયુ અને યોગદાનને સીમિત કરે છે. કોવિડ 19 દ્વારા ઉદ્યમશીલતાને એક ઝટકો પહોંચ્યો છે. જેનાથી અનેક સ્ટાર્ટઅપ બંધ થઈ ગયા, અને નવજાત સ્ટાર્ટઅપ વચ્ચે સફળતા અને આત્મવિશ્વાસના સ્તરમાં દુવિધા પેદા થઈ.

સ્તવરે થતું ડિજિટલીકરણ, આપૂર્તિ શ્રૃંખલા તંત્રમાં વ્યવધાન, રોકડ પ્રવાહની વ્યવસ્થા, નાણાં સુધી પહોંચ, કર્મચારીઓને યથાવત રાખવા, ઉપયુક્ત જ્ઞાન આધારિત કર્મચારીઓને કામ પર રાખવા, સ્ટ્રેટેજી બનાવવી, વિઘટનકારી પ્રોદ્યોગિકિયોની અનુકૂળતા અને ભારયુક્ત નિયામક માળખા વગેરે મહત્વપૂર્ણ પડકારો છે.

નવા સ્ટાર્ટઅપની વિફળતાનો દર 90 ટકા છે. જે મોટી કમનસીબી છે જેના મોટા કારણોમાં પ્રોડક્શનની ઉણપ, નાણાંની અપૂરતી, ઓછા લાભો વગેરે ગણી શકાય. ટ્રૈકસનના આંકડા અનુસાર, ભારતીય સ્ટાર્ટઅપ ફંડિંગ 2023થી ઘટીને 7 બિલિયન ડોલર્સ થઈ ગયું છે. જે 2022માં 25 બિલિયન ડોલર્સની ફંડિંગની સરખામણીમાં 73 ટકાની ઘટ સાથે 5 વર્ષના નિમ્ન સ્તરે પહોંચી ગયું છે.

આ માત્ર 2023માં 4.2 બિલિયન ડોલર્સ સાથે અંતિમ તબક્કામાં ફંડિંગમાં ઘટાડાને લીધે થયું. વર્ષ 2022માં 15.6 બિલિયન ડોલર્સથી 73 ટકા ઓછું છે. ફંડિંગમાં આટલી મંદી હોવા છતાં આપણે એઆઈ, ડીપટેક, પર્યાવરણ, જલવાયુ અને સ્પેસ ટેકનોલોજી જેવા સેક્ટર્સમાં ઈન્વેસ્ટર્સનું ધ્યાન આકર્ષિત કર્યુ છે.

સ્ટાર્ટઅપ શરુ કરવાનું મૂળ કારક બૂટસ્ટ્રેપિંગ, ક્રાઉડફંડિંગ, એંજલ ઈન્વેસ્ટર્સ, વેંચર કેપિટલિસ્ટ જેવા વિભિન્ન સ્વરુપોમાં ફંડિંગ મેળવવું છે. 2022માં વૈશ્વિક ઉદ્યમ નિધિ 445 બિલિયન ડોલર સુધી પહોંચી ગઈ છે. ભારતીય સ્ટાર્ટઅપ 2021માં 42 બિલિયન ડોલર સુધી પહોંચી ગયું છે. જે વર્ષ 2020માં 11.5 બિલિયન ડોલરથી વધી ગઈ. આઈએનસી42 અનુસાર, લેટ્સવેંચર, એંજલલિસ્ટ ઈન્ડિયા, સ્ટ્રાઈડ વેંચર્સ, સિકોઈયા કેપિટલ અને આ રીતના અનેક સક્રિય ઈન્વેસ્ટર્સ છે. તેના સિવાય સ્ટાર્ટઅપ બૂમ 2030ના અંત સુધીમાં ભારતના સકલ ઘરેલુ ઉત્પાદમાં 5થી 10 ટકાની વૃદ્ધિ લાવવા તૈયાર છે.

ભારતમાં ટેક સ્ટાર્ટઅપમાં વર્ષ 2022માં 25 બિલિયન ડોલર્સની 72 ટકા ખાદ્ય જોવા મળે છે. જે છેલ્લા 5 વર્ષોમાં સૌથી નિમ્ન સ્તરે છે. લેટ સ્ટેજ ફંડિંગનું સૌથી મોટું કારણ મંદી છે. વર્ષ 2022માં 15.6 બિલિયન ડોલરથી 73 ટકાથી વધુ ઘટીને 2023માં 4.2 બિલિયન ડોલર જેટલી થઈ ગઈ છે. આઈએનસી42ના રિપોર્ટમાં 2022 અને 2023માં મળીને માત્ર 1,140 સ્ટાર્ટઅપ સામે આવ્યા. જે 2021માં 1,400 સ્ટાર્ટઅપથી પણ ઓછા છે.

ઉદ્યોગ સાહસિકોને ફંડિંગ માટે વધુ ઈન્વેસ્ટર્સને આકર્ષિક કરવા માટે પોતાની પરિચાલન દક્ષતા અને લાભપ્રદતા વધારીને નાણાં મેળવવા માટે ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. પ્રોદ્યોગિકી કૌશલ્યને અપડેટ કરવા, વૈશ્વિક પ્રતિસ્પર્ધા માટે તૈયારી વધતા ઉત્પાદકતા અને ઉત્પાદકો અને સેવાઓની ગુણવત્તા આવશ્યક છે.

ઉપયોગ કર્તાના અનુકૂળ વિનિયામક માળખા, સ્ટાર્ટઅપ માટે ટેક્સ બેનિફિટ્સ, નાણાં તેમજ સરકારી સમર્થન અને બજારમાં તેની સ્થિરતા સુધી ટેક્સ ફ્રીની જરુરિયાત છે. એક લાઈવ સ્ટાર્ટઅપ પરિદ્રશ્યના માધ્યમથી ભારતને નોકરી ઈચ્છનાર નહિ પરંતુ નોકરી આપનાર દેશમાં બદલવાની સખત જરુર છે.

જે દેશમાં ઉદ્યમશીલતા ગતિવિધિની સુર્દઢ ભાવના છે, નવીન વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અપનાવીને પ્રગતિ અને વિકાસ કરી શકે છે. ત્રીજા ક્રમથી નીચે ઉતર્યા સિવાય વૈશ્વિક સ્તરે જે આગળ વધે તે આપણી સ્ટાર્ટઅપ સ્થિતિને જાળવી રાખવા માટે સ્ટાર્ટઅપની દેખરેખ અને પોષણ કરવું આવશ્યક છે.

આવો આપણે સ્ટાર્ટઅપ ઉદ્યમીઓની તેની નવિનતા અને અથાક પ્રયાસો માટે પ્રશંસા કરીએ. તેમને સલામ કરીએ. યુવા અને ગતિશીલ ઉદ્યમી જેમણે તાજેતરમાં જ ટેકનોલોજી આધારિત સ્ટાર્ટઅપ અને યુનિકોર્નમાં પ્રગતિ કરી છે તે આ રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ 16મી જાન્યુઆરીના દિવસે પ્રશંસાને પાત્ર છે.

  1. Rajkot News: ઉપલેટામાં કોલેજ વિદ્યાર્થીનીઓ માટે 'મેગા સ્ટાર્ટઅપ એન્ડ એક્સ્પો' યોજાયો
  2. દેશના પ્રથમ સ્પોર્ટ્સ સ્ટાર્ટઅપ કોન્ક્લેવનું આયોજન, દેશભરના સ્પોર્ટ્સ સ્ટાર્ટઅપ્સ ગુજરાતને મેન્યુફેક્ચરિંગ હોમ બનાવશે

ABOUT THE AUTHOR

...view details