ગુજરાત

gujarat

MH IT Raids: નાસિકમાં આવકવેરા વિભાગ દ્વારા 20થી વધુ બિલ્ડરોને ત્યાં દરોડા

By

Published : Apr 20, 2023, 3:31 PM IST

આવકવેરા વિભાગે નાસિક શહેરમાં વીસથી વધુ બિલ્ડરોને ત્યાં દરોડા પાડ્યા છે. 75 સ્થળોએ દરોડાની કામગીરી દરમિયાન 150થી વધુ આવકવેરા અધિકારીઓ જોડાયા હતા. આ દરોડામાં ટીમોએ બિલ્ડરોના તમામ દસ્તાવેજો, બેંક ખાતાની વિગતો વગેરેની ચકાસણી કરાઈ હતી.

MH IT Raids
MH IT Raids

મહારાષ્ટ્ર:નાસિક શહેરમાં આવકવેરા વિભાગે એક સાથે વીસથી વધુ બિલ્ડરો પર દરોડા પાડ્યા છે. જેના કારણે શહેરના બાંધકામ ક્ષેત્રે હલચલ મચી ગઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર આજે સવારે વિવિધ ટીમોએ આવકવેરા વિભાગે 20 બિલ્ડરોના 75 જેટલા સ્થળો પર દરોડા પાડ્યા હતા.

આવકવેરાના બિલ્ડરોને ત્યાં દરોડા: નાસિકના મુખ્ય માર્ગ પર આ બિલ્ડરોના આવાસ, ઓફિસો, તેમના મેનેજર સહિત મહત્વના વ્યક્તિઓના રહેઠાણમાં આવકવેરાની ટીમોએ દરોડા પાડ્યા હતા. આ દરોડામાં લિસ્ટેડ બિલ્ડરોનો પણ સમાવેશ થાય છે. આવકવેરા વિભાગના અધિકારીઓની આગેવાની હેઠળની આ ટીમોએ એક સાથે રહેઠાણો, ઓફિસો પર બાંધકામ વ્યવસાયિકોના ફાર્મ હાઉસ અને વ્યાપારી સંસ્થાઓ પર દરોડા પાડ્યા હતા.

આ પણ વાંચો:AMRITPALS SINGH WIFE : ખાલિસ્તાની સમર્થક અમૃતપાલ સિંહની પત્ની કિરણદીપ કૌરની પંજાબ પોલીસે અટકાયત કરી

દસ્તાવેજોની ચકાસણી કરાઈ:આવકવેરા વિભાગના દરોડાથી નાશિકના બાંધકામ ક્ષેત્રે ભારે ઉત્તેજનાનો માહોલ સર્જાયો હતો. અચાનક આ દરોડાની કામગીરીમાં શહેરના અત્યંત પ્રતિષ્ઠિત બિલ્ડરોને નિશાન બનાવવામાં આવ્યા છે. હજુ સુધી એ જાણી શકાયું નથી કે દરોડા આવકવેરા ચોરી કે અઘોષિત સંપત્તિ કે અન્ય કોઈ બાબત માટે પાડવામાં આવ્યા હતા. આજે સાંજ સુધીમાં આ અંગે સત્તાવાર માહિતી મળવાના સંકેતો છે. આ દરોડામાં ટીમોએ બિલ્ડરોના તમામ દસ્તાવેજો, બેંક ખાતાની વિગતો વગેરેની ચકાસણી શરૂ કરી હતી.

આ પણ વાંચો:Mukhtar Ansari: માફિયા અતીક અહેમદની હત્યાથી ગભરાયેલો મુખ્તાર અંસારી કોર્ટમાં હાજર ન થયો

150થી વધુ અધિકારીઓ જોડાયા: 75 સ્થળોએ દરોડાની કામગીરી દરમિયાન 150થી વધુ આવકવેરા અધિકારીઓ જોડાયા હતા. આ તમામ અધિકારીઓ મુંબઈ, નાસિક, ઔરંગાબાદ, પુણેના હોવાનું કહેવાય છે. ભાવેશ બિલ્ડર, પિંકેશ શાહ, વિલાસ શાહ, મનોજ લદ્દાણી, દીપક ચંદે, ક્રિશ ડેવલપર્સ, પ્રશાંત પાટીલ વગેરે સહિત નાશિકના જાણીતા બિલ્ડરોની ઓફિસો, ઘરો, ફાર્મહાઉસો અને સાઈટ પર દરોડા પાડવામાં આવ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details