- ભારતીય વાયુસેનાના વિમાનમાં જગ્યા ન મળતા નીચે બેઠા
- ભારતે ગ્લોબલ લીડરની ભૂમિકા ભજવી
- માત્ર ભારતીઓ જ નહીં અનેક લોકોને કર્યા રેસ્ક્યૂ
દેહરાદૂન : અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજા બાદ ખરાબ સ્થિતી વચ્ચે ભારતે પોતાના ફસાયેલી નાગરીકોને સલામત રીતે બહાર કાઢ્યા છે. કાબુલમાં નાટો (North Atlantic Treaty Organization) અને અમેરિકન સેન્યના મેડિકલ ટીમ સાથે છેલ્લા 8 વર્ષથી કામ કરનારી સવિતા શાહી બે દિવસ પહેલા દેહરાદૂન સહી સલામત પહોંચી છે. દેહરાદૂન પરત ફરતાની સાથે સવિતા શાહીએ ઈટીવી ભારત સાથે ખાસ વાતચીત કરી હતી.
સવિતા શાહીએ કહ્યું કે નાટો અને અમેરિકન સેન્યની મેડિકલ ટીમમાં કામ કરવા દરમિયાન આ પ્રકારની સ્થિતીનો કોઈ ખ્યાલ પણ નહોતો કે અફઘાનિસ્તાનમાં સ્થિતી એટલી જલ્દી બદલાય જશે અને ચારે તરફ હાહાકાર મચી જશે. 13 અને 14 ઓગસ્ટે તાલિબાને અચાનક કાબુલ પર કબજો કરી લીધો ત્યારબાદ લોકો પોતાનો જીવ બચાવવા ભાગવા લાગ્યા.
સવિતા શાહીએ કહ્યું કે , 15 ઓગસ્ટ રવિવારે કાબુલ એરપોર્ટ પર તાલિબાનનો સંપૂર્ણ પણે કબજો થઈ ગયો હતો. જેના કારણે તમામ ફ્લાઈટ્સ બંધ થઈ ગઈ હતી. એવામાં 16 ઓગસ્ટની સાંજે અમેરિકન સેન્યના મિલિટ્રી એરપોર્ટ જે સિવિલ એરપોર્ટની ખુબ જ નજીક છે ત્યાંથી મેડિકલ ટીમ મેમ્બર સહિત બીજા લોકોના રેસ્ક્યૂની તૈયારીઓ થવા લાગી.
સાંજે લગભગ 6 વાગ્યા આસપાસ મિલિટ્રી એરપોર્ટ પર જેવા અમેરિકન અને નાટો સાથે કામ કરનારા લોકો એરપોર્ટ નજીક પહોંચ્યા તો અચાનક તાલિબાની લડવૈયાઓએ ગોળીબાર શરૂ કરી દીધો. એ સ્થિતીમાં તમામ લોકો એરપોર્ટથી પરત પોતાના કેમ્પ તરફ મોકલી દેવામાં આવ્યા અને મોડી રાત અથવા વહેલી સવાર સુધી રાહ જોવા કહ્યું.