ગુજરાત

gujarat

ઉદ્દવ સરકાર સરકી : અમદાવાદમાં રાજનિતીનો દાવ ખેલાવાની સંભાવના

By

Published : Jun 21, 2022, 4:34 PM IST

ઉદ્દવ સરકાર સરકી

મહારાષ્ટ્રની રાજનીતિનો દોરી સંચાર દિલ્હીથી થઇ રહ્યો છે. અને ખેલ ગુજરાતમાં કરવાની યોજના હોવ તેમ દેખાઇ રહ્યું છે. જેમાં દિલ્હીમાં જે.પી.નડ્ડા અને અમિત શાહની બેઠક પૂર્ણ થઇ છે. તેમાં ફડણવીસ, શાહ અને નડ્ડા વચ્ચે બેઠક યોજાઇ હતી. ધારાસભ્યોને અમદાવાદ હોટેલમાં લાવવામાં આવી શકે છે.

અમદાવાદ : મહારાષ્ટ્રમાંથી ભાજપના ધારાસભ્યોને લઈ આવ્યા પછી ક્યાં રાખવા એ માટે આજે સવારથી ગુજરાત અને મહારાષ્ટ્ર ભાજપના નેતાઓ વચ્ચે સતત ટેલિફોનિક વાતચીત ચાલી હતી. આમાં અંતે અમદાવાદના સાણંદ પાસેની એક હાઈપ્રોફાઈલ ક્લબ પર પસંદગી ઉતારવામાં આવી હોવાનું મનાય છે. આ ક્લબના માલિક ભાજપના અત્યંત વિશ્વાસુ છે અને અગાઉ પણ ભાજપના ઘણા કાર્યક્રમો તથા સિક્રેટ ઓપરેશનો આ સ્થળે પાર પાડવામાં આવી ચૂક્યાં હોવાનું મનાય છે.

MLCની ચૂંટણી બાદ મુદ્દો આવ્યો ચર્ચામાં - MLCના પરિણામ બાદ મહારાષ્ટ્રની રાજનીતિમાં ઉકળતો ચરૂ જોવા મળ્યો છે. જેમાં ભાજપે 5 બેઠકો જીતી લેતા ઉદ્ધવ સરકાર ઉંધતી ઝડપાઈ છે. તેમાં શિવસેનાના નેતા એકનાથ શિંદે સરકારની નારાજ થયા છે. તેથી શિવસેનાના નેતા એકનાથ શિંદેએ સુરતની હોટલમાં ધામા નાખ્યા છે. ત્યારે

ભાજપના કેટલાક મોટા નેતાઓ શિંદેના સંપર્કમાં - ઉલ્લેખનીય છે કે એકનાથ શિંદે સાથે 20-25 ધારાસભ્યો હોવાની પણ ચર્ચા છે. તથા શિવસેનાના વધુ 9 MLA બપોર સુધી સુરત પહોંચે તેવી શક્યતા છે. જો એવું થશે તો મહારાષ્ટ્રમાં સરકાર ઉથલી શકે છે. તેમાં એકનાથ શિંદેના સુરતની ગ્રાન્ડ ભગવતી હોટલમાં ધામા છે. જેમાં ગઈકાલ સાંજથી એકનાથ શિંદે સંપર્ક વિહોણા થયા હતા. કારણ કે કોંગ્રેસના ધારાસભ્યોએ ક્રોસ વોટીંગ કર્યું હોવાની ચર્ચા છે.

TAGGED:

ABOUT THE AUTHOR

...view details