ગુજરાત

gujarat

મદનીયું નાલામાં ફસાઈ જતા સ્થાનિકો દોડ્યા, માંડ માંડ બચ્યું

By

Published : Aug 2, 2022, 4:10 PM IST

Etv મદનીયું નાલામાં ફસાઈ જતા સ્થાનિકો દોડ્યા, માંડ માંડ બચ્યું

આસામના નુમાલીગઢમાં એક નવજાત હાથીનું (Elephant Calf rescued) બચ્ચુ પોતાની માતાથી અલગ થઈ ગયું હતું. હકીકતમાં તે એક મોટા નાલામાં ફસાઈ ગયું હતું. જેને સ્થાનિક લોકોએ (Locals Rescued An Elephant From Assam) ભારે જહેમત બાદ બહાર કાઢીને વન વિભાગને સોંપી દીધું હતું.

ગોલાઘાટ: આસામ રાજ્યના ગોલાઘાટ જિલ્લાના નુમાલીગઢમાં રવિવારે એક નવજાત હાથી (Elephant Calf rescued) તેની માતાથી અલગ થઈ ગયું હતું. ચાના બગીચાનામાં આવેલા એક નાલામાં ફસાઈ જતા સ્થાનિકો (Locals Rescued An Elephant From Assam) મદદે દોડી ગયા હતા. સ્થાનિક લોકોએ જોયું અને વન અધિકારીઓને (Forest Department from Assam) જાણ કરી. આ અંગેની માહિતી મળતા જ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. હાથીના બચ્ચાને બચાવવા અભિયાન શરૂ કર્યું હતું. ઘણી મહેનત પછી સફળતા મળી. આખરે મદનીયું બચી ગયું અને વન વિભાગને સોંપી દેવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: સૈનિકનું પેન્શન રોકવાના મામલે SCનો કેન્દ્રને ઠપકો, કહ્યું...

માતાથી છૂટુ થયું:એક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આસામમાં આવેલા નુમાલીગઢમાં એક હાથીનું બચ્ચું તેની માતાથી અલગ થઈ ગયું. એની માતા હાથીના અન્ય ટોળા સાથે આગળ નીકળી ગઈ હતી. મદનીયાએ પહેલા નાલામાંથી બહાર નીકળવા માટે ખૂબ પ્રયત્નો કર્યા હતા. પણ એ નીકળી શક્યું નહી. આ દરમિયાન સ્થાનિકોની નજર એના પર પડતા વન વિભાગને જાણ કરી હતી. વનવિભાગના અધિકારીઓ યુદ્ધના ધોરણે ત્યાં પહોંચ્યા અને બચ્ચાને બચાવી લીધું હતું.

આ પણ વાંચો: PM મોદીએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટની 'ડિસ્પ્લે' તસવીર પર લગાવ્યો તિરંગો

આ રીતે થયું રેસ્ક્યુ: વન વિભાગની ટીમ સાથે સ્થાનિકોએ પણ ખોદકામ કરીને બચ્ચાને નાલામાંથી બહાર કાઢ્યું હતું. આ મદનીયાને બોકાખાટના પનબારી સ્થિત વન્યજીવ સંરક્ષણ કેન્દ્રમાં રાખવામાં આવ્યું હતું. હાલમાં પશુ ચિકિત્સકોની ટીમ એની સારસંભાળ રાખી રહી છે.

ABOUT THE AUTHOR

...view details