ગુજરાત

gujarat

કોલકત્તા: ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના ગોડાઉનમાં ભીષણ આગ

By

Published : Sep 11, 2021, 1:31 PM IST

Updated : Sep 11, 2021, 1:58 PM IST

aag
કોલક્તા: ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના ગોડાઉનમાં ભીષણ આગ ()

શનિવારે સવારે કોલકાત્તાની દક્ષિણી હદમાં ગાર્ડન રીચ ખાતે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (FCI) ના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. ભારે પવનને કારણે આગ બાજુના ગોડાઉનમાં પણ ફેલાઈ હતી. કુલ 23 ફાયર ટેન્ડર આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. કોઈ મોટી જાનહાનિ કે ઈજાને ટાળવા માટે પોલીસની મોટી ટુકડી ઘટનાસ્થળે પહોંચી અને સ્થળ ખાલી કર્યું. જોકે, હજુ સુધી કોઈ જાનહાનીના અહેવાલ નથી.

કોલકત્તા: શનિવારે સવારે કોલકાતાની દક્ષિણી હદમાં ગાર્ડન રીચ ખાતે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (FCI) ના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. ભારે પવનને કારણે આગ બાજુના ગોડાઉનમાં પણ ફેલાઈ હતી. કુલ 23 ફાયર ટેન્ડર આગ પર કાબુ મેળવ્યો હતો. કોઈ મોટી જાનહાનિ કે ઈજાને ટાળવા માટે પોલીસની મોટી ટુકડી ઘટનાસ્થળે પહોંચી અને સ્થળ ખાલી કર્યું. જોકે, હજુ સુધી કોઈ જાનહાનીના અહેવાલ નથી.

પોલીસ સૂત્રોએ જણાવ્યું કે આગ સવારે 10 વાગ્યાની આસપાસ લાગી હતી. તરત જ ફાયર સર્વિસ વિભાગને જાણ કરવામાં આવી. ફાયરબ્રિગેડની 10 ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી હતી. બાદમાં 13 અન્ય ફાયર ટેન્ડરો તબક્કાવાર જોડાયા.

કોલક્તા: ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના ગોડાઉનમાં ભીષણ આગ

આ વિસ્તારમાં ભીડ હતી અને તેથી આગ નજીકની કેટલીક ફેક્ટીરીઓમાં ફેલાવા લાગી. જો કે, ફાયરમેન મુખ્ય ગોડાઉનમાં આગને કાબૂમાં રાખવામાં સફળ રહ્યા હતા. પોલીસે આ વિસ્તારમાં ટ્રાફિકની અવરજવર પર પ્રતિબંધ મૂક્યો હતો જેના કારણે નજીકના વિસ્તારોમાં ટ્રાફિક જામ થયો હતો. જ્યારે ફાયરમેન આગ બુઝાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે તેઓએ ગોડાઉનની અંદરથી કેટલાક વિસ્ફોટો સાંભળ્યા હતા.

લાશ્કરોએ જણાવ્યું હતું કે ગાર્ડન રીચ વિસ્તારમાં ગોડાઉનની બાજુમાં ગંગા નદી પર ભારે પવન ફૂંકાવાને કારણે તેઓ ચોક્કસ વિસ્તારમાં આગને રોકવામાં મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા. તેમને શંકા છે કે આગનું કારણ ગોડાઉનમાં ભરાયેલી જ્વલનશીલ વસ્તુઓ હતી. ગઈ કાલે જ ઉત્તર કોલકાતામાં નિમતલા ઘાટ સ્ટ્રીટના લાકડાના ગોડાઉનમાં આગ લાગી હતી. આગનું કારણ ગેસ સિલિન્ડર બ્લાસ્ટ હતો.

Last Updated :Sep 11, 2021, 1:58 PM IST

ABOUT THE AUTHOR

...view details