ગુજરાત

gujarat

જેરેમી લાલરિનુંગાએ 67 કિગ્રા વેઇટલિફ્ટિંગમાં ગોલ્ડ મેડલ જીત્યો

By

Published : Jul 31, 2022, 3:59 PM IST

Updated : Jul 31, 2022, 4:14 PM IST

Etv Bharatગોલ્ડ મેડલ જીત્યો

ભારતીય વેઇટલિફ્ટર જેરેમી લાલરિનુંગાએ પુરુષોની 67 કિગ્રા વેઇટલિફ્ટિંગમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. આ ગોલ્ડ મેડલ સાથે ભારતે કોમનવેલ્થ ગેમમાં આ બીજો ગોલ્ડ પોતાને નામ કર્યો છે. તેણે સ્નેચમાં 140 કિલો અને ક્લીન એન્ડ જર્કમાં 160 કિલો વજન ઉપાડ્યું હતું.

ન્યુઝ ડેસ્ક : ભારતના જેરેમી લાલરિનુંગાએ વેઈટલિફ્ટિંગમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. જેરેમી કે બર્મિંગહામમાં ગોલ્ડ મેડલ જીતનાર ભારતનો પ્રથમ પુરુષ એથ્લેટ છે. અત્યાર સુધીમાં ભારતને પાંચ મેડલ મળ્યા છે અને તમામ મેડલ વેઈટલિફ્ટિંગમાં આવ્યા છે. જેરેમીએ 67 કિગ્રા વજન વર્ગમાં ગોલ્ડન સફળતા હાંસલ કરી હતી. તેણે સ્નેચમાં 140 કિલો અને ક્લીન એન્ડ જર્કમાં 160 કિલો વજન ઉપાડ્યું. આ રીતે તેણે કુલ 300 કિગ્રા વજન કેટેગરીમાં ઉપાડીને ગોલ્ડ મેડલ જીત્યો છે.

અપડેટ ચાલું છે...

Last Updated :Jul 31, 2022, 4:14 PM IST

TAGGED:

ABOUT THE AUTHOR

...view details