- બાડમેરમાં રોડ અકસ્માત
- બસ અને ટેન્કર વચ્ચે ટક્કર બાદ આગ લાગી
- બસમાં સવાર અનેક લોકો જીવતા સળગ્યા હોવાનું આવ્યું સામે
પચપદરા (બાડમેર): બાડમેર- જોધપુર હાઈવે પર એક દર્દનાક અકસ્માત (Accident) થયો છે. અહીં બસ અને ટેન્કર વચ્ચે ટક્કર થઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે, બસમાં આગ લાગી ગઈ હતી. આમાં કુલ કેટલા પ્રવાસીઓ દાઝી ગયા તેની ચોક્કસ માહિતી હજુ સામે આવી નથી. તેમાં સવાર ઘણા લોકોના મોતના સમાચાર છે, જ્યારે ઈજાગ્રસ્તોને બાલોત્રા હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે. જેમાં અત્યાર સુધીમાં 11 લોકોના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે.
આ પણ વાંચો: જોધપુરમાં બેફામ આવતી ઓડી કારે 10 લોકોને કચડ્યા, સમગ્ર ઘટનાં થઇ CCTVમાં કેદ
નજીકના લોકોએ બસમાંથી લોકોને નીચે ઉતાર્યા અને હોસ્પિટલ મોકલ્યા
આ ઘટનામાં મળતી માહિતી મુજબ, ભંડિયાવાસ પાસે બસ અને ટેન્કરની જોરદાર ટક્કર થઈ હતી. જે બાદ બસમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગ એટલી ભયંકર હતી કે, થોડીવારમાં આખી બસ બળીને રાખ થઈ ગઈ હતી. નજીકના લોકોએ બસમાંથી લોકોને નીચે ઉતાર્યા હતા અને ઈજાગ્રસ્ત લોકોને બાલોત્રા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. સાથે જ આજુબાજુના લોકોએ બસમાં લાગેલી આગને કાબૂમાં લેવા ઘણા પ્રયાસો કર્યા હતા. અકસ્માત અંગે મુખ્યપ્રધાન અશોક ગેહલોતે (Ashok Gehlot) જિલ્લા કલેક્ટરને રાહત અને બચાવ કામગીરી તેમજ ઈજાગ્રસ્તોની સારવાર સુનિશ્ચિત કરવા સૂચના આપવા જણાવ્યું છે.
આ પણ વાંચો: રેલવે પ્રધાનની મહત્વની જાહેરાત, કોરોના દરમિયાન વધારવામાં આવેલા ભાડામાં થશે ઘટાડો
પ્રશાસને મૃતકોની સંખ્યા વિશે કોઈ માહિતી આપી નથી
આ ઘટનાની માહિતી મળતાં જ પચપદરા બાલોત્રા પોલીસ અને વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે, આગને કાબૂમાં લેવામાં આવી છે પરંતુ પ્રશાસન હવે બસની અંદર રહેલા લોકોની ઓળખ કરી રહ્યું છે. હજુ સુધી પ્રશાસને મૃતકોની સંખ્યા વિશે કોઈ માહિતી આપી નથી.