ગુજરાત

gujarat

EDએ હવે સોનિયા ગાંધીને 21 જુલાઈએ હાજર થવા કહ્યું

By

Published : Jul 11, 2022, 10:38 PM IST

સોનિયા ગાંધી અગાઉ જૂનમાં ED સમક્ષ હાજર થવાના (ED summons Sonia Gandhi on july 21 2022) હતા. જોકે, કોરોના પોઝિટિવ હોવાના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા.

EDએ હવે સોનિયા ગાંધીને 21 જુલાઈએ હાજર થવા કહ્યું
EDએ હવે સોનિયા ગાંધીને 21 જુલાઈએ હાજર થવા કહ્યું

નવી દિલ્હી: નેશનલ હેરાલ્ડ (National Herald Case) સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી 21 જુલાઈએ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની તપાસ ટીમ સમક્ષ હાજર (ED summons Sonia Gandhi on july 21 2022) થશે. સોનિયાને આ તારીખે હાજર થવા માટે કહેવામાં આવ્યું છે. જણાવી દઈએ કે, આ મામલામાં EDની ટીમે સતત ત્રણ દિવસ સુધી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની પૂછપરછ કરી હતી.

આ પણ વાંચો:વારસામાં મળે છે કાવડ બનાવવાનું કૌશલ્ય: હરિદ્વાર મેળાની તૈયારી કરતા 450 મુસ્લિમ પરિવારો

નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા ગાંધી (Congress interim President Sonia Gandh)ના પુત્ર અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીની લગભગ 50 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી છે. એવો આરોપ છે કે, સોનિયા ગાંધી અને તેમના સહયોગીઓએ એસોસિયેટ જર્નલ લિમિટેડ (AJL)ને ટેકઓવર કરવા માટે યંગ ઈન્ડિયન નામની કંપની બનાવી હતી અને આ કંપનીમાં શેલ કંપનીઓ દ્વારા લોન લેવામાં આવી હતી.

આ પણ વાંચો:લો બોલો, સીએમ મમતા બેનર્જીને મેટ્રોના ઉદ્ઘાટનમાં આમંત્રણ જ ના આપ્યુ

આરોપ છે કે, કોંગ્રેસે એસોસિયેટ જનરલ લિમિટેડને 90 કરોડ રૂપિયાની કથિત લોન આપી હતી. આ લોન કોંગ્રેસ દ્વારા યંગ ઈન્ડિયનને આપવામાં આવી હતી અને તેના આધારે એસોસિયેટ જર્નલ લિમિટેડના મોટા ભાગના શેર સોનિયા ગાંધી (Sonia Gandhi in the National Herald Case) અને રાહુલ ગાંધી પાસે ગયા હતા. આરોપ છે કે 90 કરોડ રૂપિયાની લોનના બદલામાં યંગ ઈન્ડિયને કોંગ્રેસને માત્ર 50 લાખ રૂપિયા આપ્યા. હાલમાં આ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની તપાસ ચાલી રહી છે.

ABOUT THE AUTHOR

...view details