ગુજરાત

gujarat

મુંબઈના ન્હાવા શેવા પોર્ટ પરથી ઝડપાયું કરોડો રૂપિયાનું ડ્રગ્સ, ઈરાનથી લાવવામાં આવ્યું હતું

By

Published : Oct 8, 2021, 2:11 PM IST

દેશમાં હાલમાં જાણે કે ડ્રગ્સના કારોબારનો રાફડો ફાટ્યો છે. છેલ્લા ઘણા સમયથી ડ્રગ્સ (Drugs) ચર્ચામાં છે. શાહરુખ ખાનના દીકરાની ધરપકડ બાદ ડ્રગ્સનો બેફામ વેપાર ખૂલીને સામે આવ્યો છે. ત્યારે બુધવારના DRI (Directorate of Revenue Intelligence)એ કાર્યવાહી કરતા એક કન્ટેનરમાંથી 125 કરોડ રૂપિયાનું 25 કિલોગ્રામ ડ્રગ્સ ઝડપ્યું છે.

મુંબઈના ન્હાવા શેવા પોર્ટ પરથી ઝડપાયું કરોડો રૂપિયાનું ડ્રગ્સ
મુંબઈના ન્હાવા શેવા પોર્ટ પરથી ઝડપાયું કરોડો રૂપિયાનું ડ્રગ્સ

  • DRIની કાર્યવાહીમાં એક કન્ટેનરથી 25 કિલોગ્રામ હેરોઇન જપ્ત થયું
  • ઝડપાયેલા ડ્રગ્સના જથ્થાની કિંમત 125 કરોડ રુપિયા
  • મગફળીના તેલની એક કન્સાઇનમેન્ટમાં ડ્રગ્સ લાવવામાં આવ્યું

મુંબઈ: ડ્રગ્સનો વેપાર કરનારાઓ વચ્ચે હાલમાં હાહાકારનો માહોલ છે. ડ્રગ્સ કેસમાં બોલીવૂડના સુપરસ્ટાર શાહરુખ ખાન (Shahrukh Khan)ના દીકરા આર્યન ખાન (Aryan Khan)ની ધરપકડ બાદ તાબડતોડ દરોડા પડી રહ્યા છે. આ જ ક્રમમાં ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI)ની કાર્યવાહીમાં એક કન્ટેનરથી 25 કિલોગ્રામ હેરોઇન જપ્ત થયું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં આની કિંમત લગભગ 125 કરોડ રૂપિયા છે. આ કન્ટેનરને નવી મુંબઈના ન્હાવા શેવા પોર્ટ (Nhava Sheva Port) પર પકડવામાં આવ્યું.

મગફળીના તેલની એક કન્સાઇનમેન્ટમાં હેરોઈન લાવવામાં આવ્યું

આ સંબંધમાં જયેશ સંઘવી નામના વેપારીની પણ ધરપકડ કરવામાં આવી છે. મુંબઈનો 62 વર્ષનો બિઝનેસમેન ઈરાનથી મગફળીના તેલની એક કન્સાઇનમેન્ટમાં 25 કિલોગ્રામ હેરોઇનની કથિત રીતે તસ્કરી કરી રહ્યો હતો. DRIના અધિકારીઓએ નવી મુંબઈના ન્હાવા શેવામાં ઈરાનથી આવેલા એક કન્ટેનરની અટકાયત કરી હતી અને 4 ઑક્ટોબરના તેની તપાસ કરવામાં આવી.

2 મહિલાઓ પાસેથી મળ્યું 5 કિલો હેરોઇન

ગત મહિને મુંબઈ એરપોર્ટ પર 2 મહિલાઓની કસ્ટમ અધિકારીઓએ લગભગ 5 કિલો હેરોઇન સાથે ધરપકડ કરી હતી. પકડાયેલા ડ્રગ્સની અંદાજિત રકમ 25 કરોડ રૂપિયા છે. કસ્ટમ અધિકારીઓએ એક મા-દીકરીને પકડ્યા હતા જે દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગથી આવી હતી. આ બંનેએ હેરોઇનને પોતાની ટ્રોલી બેગના સાઇડ પોકેટમાં છૂપાવ્યું હતું. તેમની પાસેથી 4.95 કિલોગ્રામ હેરોઇન મળ્યું હતું. એરપોર્ટ પર કોઈ વ્યક્તિ પાસેથી આ સૌથી વધુ ડ્રગ્સ ઝડપાયું છે.

આ પણ વાંચો: આર્યનની ધરપકડ પર સાધ્વી પ્રજ્ઞાએ કહ્યું - આ લોકોએ હંમેશા પાકિસ્તાનને મદદ કરી

આ પણ વાંચો: NCBની કારમાં હસતા આર્યન ખાનનો ફોટો વાયરલ થયો, યુઝર્સે કહ્યું - આને કોઈ ડર નથી

ABOUT THE AUTHOR

...view details