ગુજરાત

gujarat

રોહિણી કોર્ટમાં ફાયરિંગ મુદ્દે દિલ્હીના વકીલો આજે હડતાલ પર

By

Published : Sep 25, 2021, 6:54 AM IST

Updated : Sep 25, 2021, 7:00 AM IST

રોહિણી કોર્ટમાં ફાયરિંગ મુદ્દે દિલ્હીના વકીલોની આજે એક દિવસની હડતાલ

દિલ્હીના વકીલો 25 સપ્ટેમ્બરે એટલે કે આજે રોહિણી કોર્ટરૂમમાં ફાયરિંગની ઘટનાના વિરોધમાં કામ કરશે નહીં. એક દિવસની હડતાલ કરશે. ઓલ ડિસ્ટ્રિક્ટ કોર્ટ બાર એસોસિએશન ઓફ દિલ્હીની કો-ઓર્ડિનેશન કમિટીએ વકીલોને કામથી દૂર રહેવા હાકલ કરી છે.

  • રોહિણી કોર્ટમાં થયેલ ફાયરિંગ સામે વિરોધ વિરોધ દર્શાવવા દિલ્હીનાં વકીલો આજે હડતાલ પર
  • ઓલ ડિસ્ટ્રિક્ટ કોર્ટ બાર એસોસિએશન ઓફ દિલ્હીની કો-ઓર્ડિનેશન કમિટીએ વકીલોને કામથી દૂર રહેવા હાકલ કરી છે.
  • અગાઉ પણ રોહિણી કોર્ટ નજીક ગોળીબાર થઈ ચૂક્યો છે
  • કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ આ ઘટનાને દેશ માટે શરમજનક ગણાવીને પાટનગરની સુરક્ષા વધારવાની માગણી કરી હતી.
  • જિતેન્દ્ર ગોગીના વર્ષ 2020 માં ગુરૂગ્રામથી ધરપકડ કરી હતી

દિલ્હી : દિલ્હીની રોહિણી કોર્ટમાં અંધાધૂંધ ફાયરિંગ થવા મુદ્દે વકીલોએ એક દિવસની હડતાલ જાહેર કરી છે. દિલ્હીના વકીલોએ કોર્ટની સુરક્ષા વધારવાની માગણી સાથે એક દિવસ કામ બંધ રાખવાની જાહેરાત કરી છે. વકીલોએ કહ્યું હતું કે અગાઉ પણ રોહિણી કોર્ટ નજીક ગોળીબાર થઈ ચૂક્યો છે. છેલ્લાં થોડાંક વર્ષોની વાત કરીએ તો આ પાંચમી, છઠ્ઠી વખત ગોળીબાર થયો છે. છતાં સ્થિતિ સુધરતી નથી.

રાજકીય આરોપો પણ લાગ્યા

એ મુદ્દે રાજકીય આરોપો પણ લાગ્યા છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ તે માટે કેન્દ્ર સરકારને જવાબદાર ગણાવીને આરોપ લગાવ્યા છે. દિલ્હી પ્રદેશ કોંગ્રેસે કહ્યું હતું કે ધોળેદહાડે કોર્ટમાં ફાયરિંગ થાય છે એનો અર્થ એ કે દિલ્હીમાં જંગલરાજ ચાલી રહ્યું છે. બીજી તરફ આમ આદમી પાર્ટીએ આ માટે કેન્દ્ર સરકારને જવાબદાર ગણી છે. આમ આદમી પાર્ટીએ કહ્યું હતું કે પાટનગરની સુરક્ષા કેન્દ્ર સરકારના હસ્તક આવે છે. ગૃહ મંત્રીની સીધી દેખરેખ હેઠળ પાટનગરની સુરક્ષા હોવા છતાં શહેરમાં ગેંગસ્ટર્સ ગમે ત્યારે ગમે ત્યાં અંધાધૂંધ ફાયરિંગ કરે છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ આ ઘટનાને દેશ માટે શરમજનક ગણાવીને પાટનગરની સુરક્ષા વધારવાની માગણી કરી હતી.

આ પણ વાંચો : ઉમરેઠના નાયબ મામલતદાર જયપ્રકાશ લાખોની લાંચ લેતા ઝડપાયો

શું હતી સમગ્ર ધટના

દેશની રાજધાની દિલ્હીની રોહિણી કોર્ટમાં ધોળાદિવસે ગોળીબાર થયો હતો. શુક્રવારે બપોરના અહીં મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટર જિતેન્દ્ર ઉર્ફ ગોગીની ગોળી મોરી હત્યા કરી દેવામાં આવી છે. જે બાદ કોર્ટ પરિસરમાં શૂટઆઉટ થયું અને હુમલાખોરોને પણ ઠાર મારવામાં આવ્યા છે. ત્યારે આ સમગ્ર ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. દિલ્હી કોર્ટમાં બનેલા આ શૂટઆઉટમાં અત્યાર સુધીમાં 3 લોકોના મોતની પુષ્ટી કરવામાં આવી છે. આ ત્રણ મૃતકોમાંથી એક મોસ્ટ વોન્ટેડ આરોપી જિતેન્દ્ર છે, જ્યારે બે હુમલાખોર છે. જો કે, આ બંને હુમલાખોર જિતેન્દ્ર પર જ હુમલો કરવા માટે આવ્યા હતા.

સ્પેશિયલ સેલની ટીમ જિતેન્દ્રને કોર્ટ રૂમમાં લઈ ગઈ હતી

દિલ્હી પોલીસના જણાવયા અનુસાર, બેંને હુમલાખોર વકીલ બનીને કોર્ટ પરિસરમાં પહોંચ્યા હતા. ત્યારબાદ તેમણે કોર્ટ રૂમમાં જ ગેંગસ્ટર જિતેન્દ્રને ગોળી મારી હતી. સ્પેશિયલ સેલની ટીમે જિતેન્દ્રને કોર્ટ રૂમમાં લઈ ગઈ હતી, જ્યાં આ ઘટના બની હતી. માનવામાં આવી રહ્યું છે કે, દિલ્હીની ટિલ્લૂ ગેંગે જિતેન્દ્રની હત્યા કરી છે. જે બે હુમલાખોર ઠાર માર્યા છે, તેમાં એક રાહુલ છે જેના પર 50 હજારનું ઇનામ છે. જ્યારે અન્ય એક બદમાશ છે.

આ પણ વાંચો : સિદ્ધપુર સબજેલમાંથી લૂંટના બે આરોપી પોલીસનું બાઈક લઈને ફરાર

બે વર્ષ પહેલા જિતેન્દ્રની કરી હતી ધરપકડ

જિતેન્દ્રને બે વર્ષ પહેલા સ્પેશિયલ સેલના ગુરૂગ્રામથી ધરપકડ કરી હતી. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલના જણાવ્યા અનુસાર જીતેન્દ્ર ગોગીએ ગુના દ્વારા ઘણી સંપત્તિ કમાવી હતી. જીતેન્દ્ર ગોગીના નેટવર્કમાં 50 થી વધુ લોકો છે. ઉલ્લેખનીય છે કે, જિતેન્દ્ર ગોગીના વર્ષ 2020 માં ગુરૂગ્રામથી ધરપકડ કરી હતી. ગોગીની સાથે કુલદીપ ફજ્જાની પણ ધરપકડ કરવામાં આવી હતી. કુલદીપ ફજ્જા બાદમાં 25 માર્ચના કસ્ટડીથી ફરાર થઈ ગયો હતો. ફજ્જા જીટીબી હોસ્પિટલથી ફરાર થયો હતો. ત્યારબાદ તેનું એન્કાઉન્ટ કરવામાં આવ્યું હતું.

Last Updated :Sep 25, 2021, 7:00 AM IST

ABOUT THE AUTHOR

...view details