નવી દિલ્હી:કોરોનાએ ફરી ઉથલો કર્યો છે. રોજના કેસમાં વધારો થઇ રહ્યો છે. જોકે તેનું કારણે વાતાવરણ મિશ્ર ચાલી રહ્યું હોવાનું પણ એક તારણ હોઇ શકે. પરંતુ હાલ તો વધી રહેલા કેસ એ લોકોની સાથે સરકારની ચિંતા વધારી છે. કોરાનાથી થાકીને લોકો બેઠા થયા છે. પછી તે રોજગારી હોય કે પછી ભણતર હોય. હાલ લોકોમાં ભારે ભય જોવા મળી રહ્યો છે. હજુ બે વર્ષ થયા હોવા છતાં કોરોના પર સંપૂર્ણ અંકુશ મળ્યો નથી.એવામાં ફરી કેસોમાં વધારો થઇ રહ્યો છે.
24 કલાકમાં કોરોના કેસ: ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના ચેપના 9,111 નવા કેસ નોંધાયા બાદ, દેશમાં અત્યાર સુધીમાં સંક્રમિત લોકોની સંખ્યા વધીને 4,48,27,226 થઈ ગઈ છે. તે જ સમયે, સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા વધીને 60,313 થઈ ગઈ છે. સોમવારે સવારે 8 વાગ્યે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલ અપડેટ ડેટા અનુસાર, ગુજરાતમાં છ, ઉત્તર પ્રદેશમાં ચાર, દિલ્હી અને રાજસ્થાનમાં ત્રણ-ત્રણ, મહારાષ્ટ્ર અને બિહારમાં બે, છત્તીસગઢ, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, કેરળ અને બાદમાં તમિલનાડુમાં એક-એક દર્દીનું મોત, દેશમાં મૃત્યુઆંક વધીને 5,31,141 થયો છે. ચેપને કારણે મૃત્યુના આંકડાઓનું પુનઃ સમાધાન કરતી વખતે, કેરળએ વૈશ્વિક રોગચાળાનો ભોગ બનેલા દર્દીઓની યાદીમાં વધુ ત્રણ નામ ઉમેર્યા છે.
ગુજરાતમાં 24 કલાકમાં કોરોના કેસ: ગુજરાત રાજ્યમાં સોમવારે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 283 કેસ સામે આવ્યા છે. જ્યારે 217 દર્દીઓ કોરોનાને માત આપીને સ્વસ્થ થયા છે. જેથી તેમની હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. જ્યારે ત્રણ વ્યક્તિઓના મૃત્યું થયા છે. અમદાવાદ, ખેડા અને અરવલ્લી જિલ્લામાંથી દર્દીઓનું મૃત્યું થયું છે. સતત બીજો એવો દિવસ રહ્યો છે જ્યારે દર્દીઓના મોત થયા છે. એપ્રિલ મહિનામાં કોરોના વાયરસને કારણે 15 દર્દીઓના મૃત્યું થયા છે. ગુજરાતમાં ધીમી ગતિએ કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે. જે ચિંતા જન્માવે છે.