ગુજરાત

gujarat

સર્જિકલ સ્ટ્રાઈક પર દિગ્વિજય સિંહના નિવેદન સાથે હું સહમત નથી : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી

By

Published : Jan 24, 2023, 2:16 PM IST

સર્જિકલ સ્ટ્રાઈક પર દિગ્વિજય સિંહના નિવેદન સાથે હું સહમત નથી : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પુલવામા હુમલા (Pulwama attack) અને સર્જિકલ સ્ટ્રાઈક (surgical strike) પર દિગ્વિજય સિંહના નિવેદનથી (digvijay singh statement) દૂરી લીધી છે. રાહુલ ગાંધીએ (Rahul Gandhi statement) કહ્યું કે, દિગ્વિજય સિંહે જે કહ્યું તેનાથી તેઓ સહમત નથી. રાહુલ ગાંધીએ કહ્યું કે, મને સેનામાં પૂરો વિશ્વાસ છે. દેશની સેના ગમે તે ઓપરેશન કરે, તેના પુરાવા આપવાની જરૂર નથી.

નવી દિલ્હી : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પુલવામા હુમલા અને સર્જિકલ સ્ટ્રાઈક પર દિગ્વિજય સિંહના નિવેદનથી દૂરી લીધી છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, દિગ્વિજય સિંહે જે કહ્યું તેનાથી તેઓ સહમત નથી. રાહુલ ગાંધીએ કહ્યું કે મને સેનામાં પૂરો વિશ્વાસ છે. દેશની સેના ગમે તે ઓપરેશન કરે, તેના પુરાવા આપવાની જરૂર નથી. એટલું જ નહીં રાહુલે આ દરમિયાન ગુલામ નબી આઝાદની માફી પણ માંગી હતી. જો મેં ક્યારેય ગુલામ નબી આઝાદ અને ચૌધરી લાલ સિંહને દુઃખ પહોંચાડ્યું હોય તો હું તેમની માફી માંગુ છું.

કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે સર્જિકલ સ્ટ્રાઈક પર સવાલ ઉઠાવ્યા હતા : વાસ્તવમાં કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે સર્જિકલ સ્ટ્રાઈક પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, પુલવામામાં અમારા 40 CRPF જવાનો શહીદ થયા છે. સીઆરપીએફના અધિકારીઓએ PM મોદીને તમામ જવાનોને એરલિફ્ટ કરવા વિનંતી કરી હતી, પરંતુ PM મોદી માન્યા ન હતા. આવી ભૂલ કેવી રીતે થઈ? તેમણે કહ્યું કે, આજ સુધી પુલવામા પર સંસદ સમક્ષ કોઈ રિપોર્ટ મૂકવામાં આવ્યો નથી. તેમણે દાવો કર્યો હતો કે સર્જિકલ સ્ટ્રાઈક કરવામાં આવી હતી, પરંતુ પુરાવા દર્શાવ્યા ન હતા. તેઓ (ભાજપ) માત્ર જુઠ્ઠાણા ફેલાવે છે.

રાહુલ ગાંધીએ કહ્યું આ દિગ્વિજય સિંહનું અંગત નિવેદન છે :રાહુલ ગાંધીના નેતૃત્વમાં ભારત જોડો યાત્રા હાલ જમ્મુ-કાશ્મીરમાં છે. રાહુલ ગાંધીએ જમ્મુમાં પત્રકાર પરિષદમાં વિવિધ મુદ્દાઓ પર વાત કરી હતી. આ દરમિયાન જ્યારે રાહુલ ગાંધીને દિગ્વિજય સિંહના નિવેદન અંગે સવાલ પૂછવામાં આવ્યો તો તેમણે કહ્યું કે, આ દિગ્વિજય સિંહનું અંગત નિવેદન છે. હું તેમના નિવેદન સાથે સહમત નથી. મને દેશની સેનામાં પૂરો વિશ્વાસ છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, કોંગ્રેસ પાર્ટીએ દેશને આઝાદી અપાવી છે. દેશની તમામ સંસ્થાઓનું નિર્માણ થયું છે. કોંગ્રેસની વિચારધારા પર દેશનું નિર્માણ થયું છે. જ્યારે આપણે અંગ્રેજો સાથે લડી રહ્યા હતા ત્યારે ભાજપ અને આરએસએસના લોકો અંગ્રેજો સાથે ઉભા હતા.

કોંગ્રેસે નિવેદનથી દૂરી લીધી :સર્જિકલ સ્ટ્રાઈક પર સવાલ ઉઠાવીને કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહ સંપૂર્ણપણે ઘેરાઈ ગયા છે. આ પહેલા કોંગ્રેસે પણ તેમના નિવેદનથી દૂરી લીધી છે. પાર્ટીના મહાસચિવ જયરામ રમેશે કહ્યું, દિગ્વિજય સિંહની ટિપ્પણી તેમના 'વ્યક્તિગત મંતવ્યો' છે અને પાર્ટી દ્વારા તેને સમર્થન આપવામાં આવ્યું નથી. યુપીએ સરકાર દ્વારા 2014 પહેલા સર્જિકલ સ્ટ્રાઈક કરવામાં આવી હતી. લશ્કરી કાર્યવાહી જે રાષ્ટ્રીય હિતમાં છે, કોંગ્રેસે તમામને સમર્થન આપ્યું છે અને કરતું રહેશે.

ABOUT THE AUTHOR

...view details