નવી દિલ્હી: રાજ્ય સહીત દેશમાં વધી રહેલા હાર્ટ એટેકના કેસને લઈને કોંગ્રેસ સાંસદ શક્તિસિંહ ગોહેલે રાજ્યસભામાં સર્વે માટેનો પ્રસ્તાવ મુક્યો છે. રાજ્યસભામાં તેમને હાર્ટ એટેકના વધી રહેલા કેસને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. તેમને હાર્ટ એટેકથી મોત મામલે સર્વે અને તપાસ કરાવે ઉપરાંત હાર્ટ એટેકથી મોતને અટકાવવા પ્રિકોશનકારી પગલાં ભરવામાં આવે તેવી રજૂઆત કરી છે.
તેમને કહ્યું કે કોરોના રસીકરણ પછી, આપણા દેશમાં હાર્ટ એટેકથી મૃત્યુ પામનારા લોકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. ગુજરાતના શિક્ષણ મંત્રીએ હમણાં જ એક નિવેદનમાં કહ્યું છે કે ગુજરાતમાં છેલ્લા 6 મહિનામાં 1052 લોકો હાર્ટ એટેકને કારણે મૃત્યુ પામ્યા છે અને તેમાંથી 80 ટકા બાળકો અથવા 11 થી 25 વર્ષની વયના યુવાનો હતા. આ બાબત લોકોમાં ભારે ચિંતાનો વિષય છે. આથી સરકારે તેની ચિંતા કરવી જોઈએ અને યોગ્ય સર્વે અને તપાસ થવી જોઈએ.
તેમને વધુમાં ઉમેર્યું કે કેટલાક નિષ્ણાતો કહે છે કે હાર્ટ એટેકથી મૃત્યુ પામેલા મોટાભાગના લોકો શહેરી લોકો છે અને તેમણે કોરોનાની રસી લીધી છે. જે ગામોમાં ઓછી રસી લેવામાં આવી છે ત્યાં મૃત્યુઆંક ઓછો છે. આ બધાની યોગ્ય રીતે તપાસ કરવા માટે સરકારે સંપૂર્ણ સર્વે કરાવવો જોઈએ અને એવો પણ સર્વે થવો જોઈએ કે રસી લેનારા લોકો હાર્ટ એટેકને કારણે વધુ મૃત્યુ પામે છે.
કેટલાક નિષ્ણાતો કહે છે કે હાર્ટ એટેકથી મૃત્યુ પામેલા લોકોનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ ન થાય તે માટે સરકારે જરૂરી પગલાં લેવા જોઈએ, આ મારી વિનંતી છે. અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં પણ હાર્ટ એટેકના કિસ્સાઓ મોટા પ્રમાણમાં સામે આવી રહ્યાં છે. હજુ સુધી કોઈ ચોક્કસ તરણ બહાર આવ્યું નથી.
- અભિનેતા શ્રેયસ તલપડેનું વધ્યું બ્લડપ્રેશર, મુંબઈની હોસ્પિટલમાં કરાયા દાખલ, શ્રેયસના સેક્રેટરીએ કહ્યુ હવે તેઓ સ્વસ્થ
- CID ફેમ ફ્રેડરિક્સ ઉર્ફે દિનેશ ફડનીસને હાર્ટ એટેક આવ્યો, હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા