ગુજરાત

gujarat

સરહદ વિવાદ પાકિસ્તાન-ચીનનું કાવતરું, દેશ તેનો મજબૂતીથી સામનો કરશે: સંરક્ષણ પ્રધાન

By

Published : Oct 13, 2020, 8:55 AM IST

સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે સોમવારે કહ્યું કે, પાકિસ્તાન પછી ચીન પણ ભારત સાથે સરહદ વિવાદ ઉભા કરી રહ્યું છે, જાણે કે તે કોઈ “અભિયાન” હેઠળ કરવામાં આવી રહ્યું છે.

ભારત ચીન સરહદ વિવાદ
ભારત ચીન સરહદ વિવાદ

નવી દિલ્હી: સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે સોમવારે કહ્યું કે, પાકિસ્તાન પછી ચીન પણ ભારત સાથે સરહદ વિવાદ ઉભો કરી રહ્યું છે જાણે કે તે કોઈ “અભિયાન” હેઠળ કરવામાં આવી રહ્યું છે. પૂર્વ લદ્દાખમાં પાંચ મહિનાથી વધુ સમયથી ભારત અને ચીન વચ્ચે સરહદને લઇ વિવાદ ચાલી રહ્યો છે. 44 પુલોનું ઓનલાઈન ઉદ્ઘાટન કર્યા બાદ સંરક્ષણ પ્રધાને કહ્યું કે, ભારત માત્ર સરહદની પરિસ્થિતિનો મજબુતાઈથી સામનો કરી રહ્યું ,તે સરહદી વિસ્તારોમાં વિકાસ પણ કરી રહ્યો છે.

તેમણે કહ્યું કે, આ બંને દેશોને અડીને આવેલી સરહદો પર પરિસ્થિતિ તંગ છે. પૂર્વી લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ લાઇન પર ભારત અને ચીન વચ્ચે વિવાદને લઈ તણાવ છે, ત્યારે પાકિસ્તાન સાથે લાગતી LOCની પર પણ સ્થિતિ ગંભીર છે. કારણ કે પાકિસ્તાની સૈન્ય જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓની ઘૂસણખોરી કરવાનો સતત પ્રયાસ કરી રહ્યો છે.

સિંહે કહ્યું કે, "લોકો ઉત્તર અને પૂર્વીય સરહદો પર ઉભી થયેલી પરિસ્થિતિથી પરિચિત છે. પહેલા પાકિસ્તાન અને હવે ચીનને એવું લાગે છે કે સરહદ વિવાદ એક અભિયાન અંતર્ગત ઉભો કરવામાં આવ્યો છે. આપણી પાસે આ દેશો સાથે લગભગ 7000 કિલોમીટર લાંબી સરહદ છે. જ્યાં તણાવ ચાલુ છે. "

રક્ષાપ્રધાને વધુમાં કહ્યું કે, લદ્દાખ, અરુણાચલ પ્રદેશ, સિક્કિમ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ અને જમ્મુ-કાશ્મીરના વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ વિસ્તારોમાં બનાવવામાં આવેલા પુલોનું ઉદ્ધાટન કર્યું હતું. ભારત અને ચીન સરહદ પરના વિવાદને ઉકેલવા માટે અનેક રાજદ્વારી અને સૈન્ય કક્ષાની બેઠકો ચાલુ છે, પરંતુ તણાવ ઓછો કરવામાં હજી સુધી સફળતા મળી નથી.

ABOUT THE AUTHOR

...view details