ગુજરાત

gujarat

કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદે માર્ક ઝકરબર્ગને પત્ર લખીને લગાવ્યો મોટો આક્ષેપ

By

Published : Sep 2, 2020, 9:00 AM IST

પત્રમાં રવિશંકર પ્રસાદે એમ પણ કહ્યું કે, ચિંતાની વાત છે કે ફેસબુકના ભારતીય એકમના કર્મચારીઓ ઓન-રેકોર્ડ વડા પ્રધાન મોદી અને પ્રધાનોને અપશબ્દો બોલે છે અને તેમ છતાં મુખ્ય હોદ્દાઓ સંભાળીને ફેસબુકમાં કાર્યરત છે.

નવી દિલ્હી. કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદે ફેસબુકના CEO માર્ક ઝુકરબર્ગને એક પત્ર લખ્યો છે. રવિશંકર પ્રસાદે પત્રમાં લખ્યું છે કે, કેટલાક વિશ્વસનીય મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે, ભારતીય મેનેજિંગ ડિરેક્ટર અને ફેસબુકની અન્ય ટીમ એવા લોકોના પ્રભાવમાં કામ કરી રહી છે જે રાજકીય વિચારધારા સાથે જોડાયેલા છે. સામાન્ય ચૂંટણીમાં તે રાજકીય વિચારધારાને લોકોએ પરાજિત કરી છે.

પત્રમાં રવિશંકર પ્રસાદે એમ પણ કહ્યું કે, ચિંતાની વાત છે કે ફેસબુકના ભારતીય એકમના કર્મચારીઓ ઓન-રેકોર્ડ વડા પ્રધાન મોદી અને પ્રધાનોને અપશબ્દો બોલે છે અને તેમ છતાં, મુખ્ય હોદ્દાઓ સંભાળીને ફેસબુકમાં કાર્યરત છે.આ સંપૂર્ણપણે અમાન્ય છે. પત્રમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે કંપનીમાંથી કેટલાક અમાન્ય નિવેદનો અને અમુક વાતો લીક કરવામાં આવી રહી છે.

કોંગ્રસે મંગળવારે આંતરરાષ્ટ્રીય મીડિયા ગ્રુપના સમાચારોનો હવાલો આપતા ફેસબુક અને ભાજપ વચ્ચે સાંઠગાંઠ હોવાનો આક્ષેપ કર્યો છે.ભારતના લોકતંત્ર અને સામાજિક સંવાદિતા પર થનાર હુમલો સામે આવી ગયો છે.મુખ્ય વિરોધી પક્ષે એમ પણ કહ્યું છે કે,આ સમગ્ર મામલે તુરંત તપાસ થવી જોઇએ અને દોષીઓને સજા આપવી જોઇએ.

પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ અમેરિકી સમાચાર પત્ર વોલ સ્ટ્રીટ જર્નલની એક રિપોર્ટ ટ્વિટ શેર કરતા સરકાર પર નિશાન સાંધ્યું હતું.તેમણે દાવો કર્યો હતો કે, અંતરરાષ્ટ્રીય મીડિયાએ ભારતના લોકતંત્ર અને સામાજિક સદભાવના પર ફેસબુક અને વ્હોટ્સએપના હુમલાને સામે લાવી દીદુ છે.કોંગ્રેસ નેતાે કહ્યું કે, કોઇ પણ વિદેસી કંપનીને ભારતના આંતરિક મામલામાં દખલ કરવાની અનુમતિ નથી.તેની તુરંત તપાસ થવી જોઇએ અને જે કોઇ પણ દોષી છે તેમને સજા આપવી જોઇએ.

નોંધનીય છે કે વ્હોટ્સએપ ફેસબુકની માલિકીનું છે. કોંગ્રેસે એક નિવેદન બહાર પાડીને આરોપ લગાવ્યો છે કે ફેસબુક અને ભાજપ વચ્ચેના કથિત જોડાણથી લોકશાહીને નુકસાન થયું છે. તેમણે દાવો કર્યો હતો કે, "ફેસબુક ભાજરની મદદ કરી રહ્યું છે. ભાજપ અને ફેસબુક વચ્ચેના આ જોડાણની તપાસ થવી જોઇએ.

ABOUT THE AUTHOR

...view details