શ્રીનગરઃ પુલવામા હુમલાના ષડયંત્રના વાયરને ખોદી કાઢતા નેશનલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનને બીજી મોટી સફળતા મળી છે. NIAએ આ હુમલામાં સામેલ બિલાલ અહેમદ કુચેની પણ ધરપકડ કરી છે. 14 ફેબ્રુઆરી, 2019 ના રોજ, જૈશ-એ-મોહમ્મદના આત્મઘાતી આતંકવાદી આદિલ ડારે જમ્મુ-કાશ્મીર હાઇવે પર પુલવામામાં વિસ્ફોટક ભરેલી કારથી CRPFના કાફલા પર હુમલો કર્યો હતો.
આ હુમલામાં CRPFના 40 જવાન શહીદ થયા છે. NIAએ આપેલી માહિતી મુજબ બિલાલે આ હુમલો કરનારા આતંકવાદીઓને મદદ કરી હતી. આ હુમલો ન થાય ત્યાં સુધી તેને આતંકવાદીઓને સુરક્ષિત સ્થાન આપ્યું હતું. આ સાથે એકબીજા સાથે જોડાયેલા રહેવા માટે મોબાઇલ વગેરેની વ્યવસ્થા પણ કરી આપી હતી.
NIAએ દ્વારા આ ષડયંત્રમાં સામેલ 7 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ અગાઉ NIAએ જુલાઈ મહિનાની શરૂઆતમાં આરોપી મોહમ્મદ ઇકબાલની ધરપકડ કરી હતી. ઇકબાલ સપ્ટેમ્બર, 2018થી બીજા કેસમાં ન્યાયિક કસ્ટડીમાં હતો. તપાસમાં જાણવા મળ્યું છે કે, પુલવામા જિલ્લાના કાકપોરાના રહેવાસી બિલાલે આત્મઘાતી હુમલાની યોજના બનાવી રહેલા આતંકીઓને લોજિસ્ટિક્સ અને અન્ય જરૂરી સામાન સપ્લાય કર્યો હતો. બિલાલને સોમવારે જમ્મુ NIA કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાંથી તેને 10 દિવસ માટે રાષ્ટ્રીય તપાસ એજન્સીમાં મોકલવામાં આવ્યો.
એજન્સીએ કોર્ટને જણાવ્યું હતું કે, પુલવામા આત્મઘાતી હુમલાની યોજના બનાવનારા આતંકવાદીઓએ બિલાલને હુમલો ન થાય ત્યાં સુધી સલામત સ્થાન આપ્યું હતું. આ સાથે આતંકીઓને પાકિસ્તાનમાં બેઠેલા હિઝબુલ મુજાહિદ્દીનના આતંકવાદીઓ સાથે વાત કરવા માટે મોબાઇલ પણ પૂરા પાડ્યા હતા. આ જ મોબાઇલનો ઉપયોગ આત્મઘાતી હુમલા કરનારા આદિલ અહમદ ડારે વીડિયો રેકોર્ડ કરવા માટે કર્યો હતો.
NIAએ દ્વારા આ ષડયંત્રમાં સામેલ 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ અગાઉ NIAએ આ મહિનાની શરૂઆતમાં આરોપી મોહમ્મદ ઇકબાલની ધરપકડ કરી હતી. ઇકબાલ સપ્ટેમ્બર 2018થી બીજા કેસમાં ન્યાયિક કસ્ટડીમાં હતો.