ગુજરાત

gujarat

USની ફર્સ્ટ લેડી મેલેનિયા ટ્રમ્પ આજે દિલ્હીની સરકારી સ્કૂલ મુલાકાત લેશે

By

Published : Feb 25, 2020, 8:48 AM IST

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પરિવાર સાથે બે દિવસીય ભારતના પ્રવાસે છે. આજે પોતાના પ્રવાસના બીજા દિવસે અમેરિકાની પ્રથમ ફર્સ્ટ લેડી મેલેનિયા ટ્રમ્પ નાનકપુરામાં દિલ્હી સરકારની એક સ્કૂલની મુલાકાત કરશે. જે દરમિયાન સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી હેપીનેસ ક્લાસની પણ મુલાકાત લેશે.

melania
ફર્સ્ટ લેડી મેલાનિયા

નવી દિલ્હી: અમેરિકાના ફર્સ્ટ લેડી મેલેનિયા ટ્રમ્પ આજે નાનકપુરામાં દિલ્હી સરકારની એક સ્કૂલની મુલાકાત લેશે. જ્યાં તેમની સાથે મહાનુભાવો પણ હાજર રહેશે. મેલેનિયાએ દિલ્હી સરકારીની સ્કૂલોમાં આમ આદમી પાર્ટીની સરકાર દ્વારા શરુ કરવામાં આવેલી હેપીનેસ ક્લાસની મુલાકાત લેશે.

દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાએ બે વર્ષ પહેલા જુલાઈ 2018માં 'હેપીનેસ ક્લાસ'ની શરૂઆત કરી હતી. જેમાં 40 મિનિટ સુધી ધ્યાન, આરામ અને બીજી એકટીવિટીઓ પણ સામેલ છે.

ઉલ્લેખનીય છે કે, દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ અને નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદીયાએ મહાનુભાવોની યાદીમાં હટાવી દેવામાં આવ્યાં હતાં. જે બાદ વિવાદ સર્જાયો હતો.

નોંધનીય છે કે, અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને મેલેનિયા ટ્રમ્પનો બે દિવસીય ભારતનો છેલ્લો દિવસ છે. આજે બંને દિલ્હીમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે.

ABOUT THE AUTHOR

...view details