ગુજરાત

gujarat

ભારતે મોબાઇલ ઉત્પાદનમાં ચીનને પાછળ છોડવાનું લક્ષ્ય નક્કી કર્યું

By

Published : Dec 14, 2020, 12:45 PM IST

કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદે કહ્યું કે, સરકાર બીજા ક્ષેત્રોમાં પીએલઆઇ યોજનાના વિસ્તારથી ભારતને ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ્સનું ઉત્પાદન કેન્દ્ર બનાવવા ઇચ્છે છે.

Ravi Shankar Prasad
ભારતે મોબાઇલ ઉત્પાદનમાં ચીનને પાછળ છોડવાનું લક્ષ્ય નક્કી કર્યું

નવી દિલ્હીઃ દૂરસંચાર અને સૂચના પ્રૌદ્યોગિકી પ્રધાન રવિશંકર પ્રસાદે કહ્યું કે, ભારતે ઉત્પાદન આધારિત પ્રોત્સાહન (પીએલઆઇ) યોજના દ્વારા વૈશ્વિક કંપનીઓને આકર્ષિત કરવાની સાથે જ મોબાઇલ ઉત્પાદન ક્ષેત્રમાં ચીનને પાછળ છોડવાનું લક્ષ્ય નક્કી કર્યું છે.

ભારતે મોબાઇલ ઉત્પાદનમાં ચીનને પાછળ છોડવાનું લક્ષ્ય નક્કી કર્યું

તેમણે કહ્યું કે, સરકાર બીજા ક્ષેત્રોમાં પીએલઆઇ યોજનાના વિસ્તારથી ભારતને ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ્સનું ઉત્પાદન કેન્દ્ર બનાવવા ઇચ્છે છે.

પ્રસાદે ઉદ્યોગ સંઘ ફિક્કીના વાર્ષિક અધિવેશનમાં કહ્યું,- અમે ઇચ્છીએ છીએ કે, ભારત દુનિયામાં બીજો સૌથી મોટો મોબાઇલ વિનિર્માતા બને. આ અમારો લક્ષ્ય છે અને હું તેને સ્પષ્ટ રુપે પરિભાષિત કરી રહ્યો છું.

ભારત 2017 માં દુનિયાનો બીજો સૌથી મોટો મોબાઇલ વિનિર્માણ દેશ બન્યો હતો

ઇલેક્ટ્રોનિક્સ પર રાષ્ટ્રીય નીતિ (એનપીઇ) 2019 માં 2025 સુધી ઇલેક્ટ્રોનિક વિનિર્માણને વધારીને 26 લાખ કરોડ રુપિયાથી વધુ કરવા પર ભાર મુક્યો છે. જેમાંથી 13 લાખ રુપિયા મોબાઇલ વિનિર્માણ ખંડથી આવવાની આશા છે.

ભારતીય કંપનીઓને વિશ્વસ્તરીય બનાવવાનો હેતુ

પ્રસાદે કહ્યું કે, વડા પ્રધાન મોદીની આગેવાનીમાં ભારતને વૈકલ્પિક વિનિર્માણ કેન્દ્રના રુપે સ્થાપિત કરવા માટે પીએલઆઇ યોજનાને લાવવામાં આવી છે.

તેમણે કહ્યું કે, પીએલઆઇનો હેતુ વિશ્વસ્તરીય કંપનીઓને ભારતમાં લાવવી અને ભારતીય કંપનીઓને વિશ્વસ્તરીય બનાવવાનો છે.

સરકાર દ્વારા શરૂ કરાયેલી પીએલઆઇ યોજના હેઠળ પાત્ર કંપનીઓને 48 હજાર કરોડ રુપિયા સુધીનું પ્રોત્સાહન મળી શકે છે.

ABOUT THE AUTHOR

...view details