ગુજરાત

gujarat

ETV Bharat / bharat

નિરર્થક મંત્રણાઓની વચ્ચે, માત્ર મોદી-જિનપિંગ સ્તરની મંત્રણા જ વાસ્તવિક અંકુશ રેખા સંઘર્ષ ટાળી શકે છે

પૂર્વ લદ્દાખમાં ગત થોડા મહિનાઓમાં તમામ કૉર્પ કમાન્ડર સ્તરની મંત્રણાની જેમ, ભારતની ચુશુલ ચોકીની સામે પાર મોલ્દો ખાતે સોમવારે ૧૪ કલાક ચાલેલી લાંબી વાટાઘાટો કોઈ નક્કર પરિણામ વગર સમાપ્ત થઈ અને મડાગાંઠ ચાલુ રહી.

મોદી-જિંગપિંગ
મોદી-જિંગપિંગ

By

Published : Sep 23, 2020, 11:44 AM IST

નવી દિલ્હી : આ ઘટનાક્રમોથી જાણકાર સૂત્રના જણઆવ્યા મુજબ, ચીનનો પક્ષ પૂર્વીય લદ્દાખમાં સૈનિક સ્થિતિ ન ખસેડવા અક્કડ હતો અને તેણે પેંગોંગ તળાવના ઉત્તર કિનારે, ડેસ્પાંગ અને હૉટ સ્પ્રિંગ વિસ્તારોમાં તેની વર્ચસ્વવાળી સ્થિતિએથી સેના ખસેડવાના તમામ પ્રકાર અને પદ્ધતિને નકારી હતી. વધુમાં, પીએલએ ઈચ્છતી હતી કે ભારતીય સેના પેંગોંગ ત્સોના દક્ષિણ કિનારે નવી કબજે કરેલી વર્ચસ્વવાળી સ્થિતથી હટી જાય.

મડાગાંઠ હળવી કરવા માટે કોઈ પ્રગતિ કરી ન શકાઈ ત્યારે બંને બાજુઓ એક પખવાડિયાની અંતર ફરી મળવા સંમત થઈ હતી, તેમ સૂત્રએ ઉમેર્યું હતું.

એપ્રિલ-મેમાં ભારે સંઘર્ષ ચાલુ થયો ત્યારથી વિવિધ સ્તરે અનેક વાટાઘાટ થઈ હતી, તેના પછી આ બેઠક થઈ હતી.

મોદી-જિનપિંગ સ્તરની મંત્રણાઓ

વાટાઘાટની તમામ વ્યવસ્થાઓ અજમાવી જોયા પછી, હવે સમાધાન માટેની આશા માત્ર બંને દેશના ટોચના નેતૃત્વ પર જ આધાર રાખે છે. એનું કારણ એ છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને પ્રમુખ શી જિનપિંગ બંને ખૂબ જ રાષ્ટ્રવાદી નેતાઓ આ ક્ષણે પોતપોતાના દેશમાં ભારે લોકપ્રિયતાના મોજા પર સવાર છે અને તેમની પાસે આધારભૂત સમજૂતી ઘડવા અને તેનો અમલ કરવા સત્તા છે.

જો તેમ ન થયું તો વાસ્તવિક અંકુશ રેખા (એલએસી)એ સ્થિતિ વધુ વણસશે અને તેનાથી તેમાં વધારો જ થશે. ચીન ભારતને ઑક્ટોબરમાં ખુલ્લા સંઘર્ષ માટે ધકેલી શકે છે. તેનું કારણ એ છે કે સૈન્ય ખસેડવાની પ્રમાણભૂત સંચાલન પ્રક્રિયાઓ અને તમામ શિષ્ટાચાર પડી ભાંગી છે.

ઑક્ટોબર જ શા માટે?

નવેમ્બર દરમિયાન અને તે પછી, એલએસી પર સ્થિતિ કોઈ પણ માનવ પ્રવૃત્તિ માટે અત્યંત પ્રતિકૂળ બની જાય છે. ભારે બરફ, થિજાવી દેતા તાપમાન, ઠંડીનું પરિબળ, અસાધારણ હવા કોઈ પણ માનવ પ્રવૃત્તિ કરવા માટે લગભગ અસંભવ બનાવે છે. યુદ્ધ લડવાનું તો બાજુ પર જ રહ્યું.

બીજી બાજુ, બરફ પીગળે ત્યાં સુધી હિમયુક્ત હિમાલય શિખરો પર જવાનો અને સામગ્રીની વધતી જતી ઉપસ્થિતિને જાળવી રાખવી બંને દેશો પર ઘણો બધો આર્થિક બોજો બની શકે છે.

આર્થિક પરિબળો અને મોટા પ્રમાણમાં કોરોના રોગચાળાના કારણે ભારતીય અર્થતંત્ર ઝડપથી ગબડી રહ્યું છે ત્યારે તહેવારોની ઋતુ (ઑક્ટોબર-જાન્યુઆરી) અને તેની સાથે રવી પાક ઋતુમાં અર્થતંત્રને બેઠું કરવાની શક્તિ રહેલી છે કારણકે તહેવારો, લગ્નની ઋતુના કારણે ઉપભોક્તા ચીજોની ભારે માગ થશે. તેનાથી સંકોચાતા અર્થતંત્ર માટે થોડી રાહત આપવા માટે ભારતીય અર્થતંત્ર માટે મોટી તક આપી શકે છે અને જે નુકસાન થવાનું છે તેને ઘટાડી શકે છે.

વ્યૂહાત્મક આયોજન માટે વિશેષ રુચિ સાથે ચીન આર્થિક પુનર્જીવનની ભારતની તકોને તોડી પાડવા શોધી રહ્યું હોઈ શકે અને તેથી તે એલએસી ખાતે પરિસ્થિતિને વણસાવી શકે છે. ભારે સૈન્ય ઉપકરણો સાથે ૪૦,૦૦૦ અધિક સૈનિકોના પાલનપોષણનો ખર્ચ અર્થતંત્ર પર મોટો બોજો સાબિત થઈ શકે છે.

વિવિધ સ્તરો

સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ ૪ સપ્ટેમ્બરે મોસ્કોમાં તેમના ચીની સમકક્ષ વેઇ ફેંગ્ચેને મળ્યા હતા, ત્યારે બીજી તરફ, વિદેશ પ્રધાન એસ. જયશંકર ૧૦ સપ્ટેમ્બરે મોસ્કોમાં તેમના ચીનના સમકક્ષ વાંગ યીને મળ્યા હતા. ચીન પર ભારતના વિશેષ પ્રતિનિધિ (એસઆર) અજિત દોવાલ જે ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર પણ છે, તેઓ ચીનના સમકક્ષ એસ. આર. વાંગ યુીને ૬ જુલાઈએ આભાસી વાર્તાલાપ (વર્ચ્યુઅલ ઇન્ટરેક્શન)માં મળ્યા હતા.

કૉર્પ્સ કમાન્ડરના સ્તરે, સોમવારની બેઠક ચુશુલ-મોલ્દો ખાતે ૬ જૂન, ૨૨ જૂન, ૩૦ જૂન, ૧૪ જુલાઈ અને ૨ ઑગસ્ટની બેઠક પછી છઠ્ઠી લેફ્ટેનન્ટ-જનરલ સ્તરની બેઠક હતી.

પરંતુ બેઠક અંગે અનોખું જે હતું તે એ હતું કે ભારતના વિદેશ ખાતામાં સંયુક્ત સચિવ નવીન શ્રીવાસ્તવ જે ચીનના પ્રભારી છે, તે ૧૪ કૉર્પ્સના કમાન્ડર લેફ્ટેનન્ટ જનરલ હરિન્દરસિંહ અને લેફ્ટેનન્ટ જનરલ પી.જી.કે. મેનન જે ઑક્ટોબરમાં લેફ્ટ. જન. સિંહ પાસેથી પ્રભાર સંભાળવાના છે, તેઓ હાજર હતા.

સંયુક્ત નિવેદન

સોમવારની મંત્રણા પહેલાંની ઘટનામાં જે મહત્ત્વનું હતું તે એ હતું કે બંને એશિયાઈ મહાસત્તાના વિદેશ પ્રધાનો દ્વારા ૧૦ સપ્ટેમ્બરે પાંચ મુદ્દાના જે સંયુક્ત નિવેદન જાહેર થયું હતું તેને સમાધાન માટે આધાર તરીકે લેવા પર સર્જાયેલી સર્વસંમતિ હતી.

રસપ્રદ વાત એ છે કે, સંયુક્ત નિવદનમાં પહેલો પેટા નિયમ 'નેતાઓ'ની 'સર્વસંમતિની શ્રેણી' પર ભાર મૂકે છે જે દેખીતી રીતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના પ્રમુખ શી જિનપિંગ વુહાન (૨૭-૨૮ એપ્રિલ ૨૦૧૮ઃ અને મમલ્લપુરમ (૧૨ ઑક્ટોબર ૨૦૧૯) ખાતે 'અનૌપચારિક' શિખર દરમિયાન સમજૂતીની વ્યાપક શરતો પર સંમત થયા હતા તેના સંદર્ભમાં છે.

અત્યાર સુધીમાં સરહદ વિવાદને ઉકેલવા માટે તમામ પ્રવર્તમાન વ્યવસ્થાઓની સંદતર નિષ્ફળતાની મૂક સ્વીકૃતિ છે ત્યારે, મોદી-જિનપિંગ મંત્રણાઓનો આ સંદર્ભ મોદી-જિનપિંગ સ્તરે પાછા જવાની જરૂરિયાતનો સંકેત છે.

ભારત-ચીનની સમસ્યાનો પ્રકાર એવો છે કે તેનો ઉકેલ માત્ર બંને દેશોના સર્વોચ્ચ પદ પર જ આવી શકે તેમ છે, તેમની પાસે જરૂરી સત્તા છે અને લાંબા સમયથી અનિર્ણિત રહેલા મુદ્દાને ઉકેલવાનો જનાદેશ પણ છે. સામ્રાજ્યવાદી ભૂતકાળના વારસા, માત્ર સૈનિક અથવા રાજદ્વારી સ્તરે વાટાઘાટો આ મુદ્દાને સમગ્રપણે ઉકેલી શકશે નહીં.

ઐતિહાસિક જમાવટ

હિમાલય પર્વતમાળામાં સૈનિકો, સૈનિક અસ્ક્યામતો અને સૈન્ય હેરફેરની વ્યવસ્થાઓની અભૂતપૂર્વ જમાવટ વચ્ચે ભારત-ચીનની વાટાઘાટ થઈ રહી છે. આ ક્ષણે, ૧,૦૦,૦૦૦ કરતાં વધુ સૈનિકો એલએસી અને ઊંડાણવાળા વિસ્તારોની બંને બાજુએ ફરજ પર મૂકાયેલા છે.

તૈયારીથી ખૂબ જ ઝડપી ગતિએ આંતરમાળખાનો વિકાસ અને સૈન્ય સામગ્રીની હેરફેર કરવી પડી છે.

ચીને પ્રથમ વખત એલએસી પાસે બહુ મોટી સંખ્યામાં તેનાં દળોની જમાવટ કરી છે ત્યારે ભારત પણ પાકિસ્તાન કેન્દ્રિત સૈન્ય રણનીતિથી ચીન કેન્દ્રિત રણનીતિ ઝડપથી અપનાવી રહ્યું છે.

-સંજિબ કુમાર બરુઆ

ABOUT THE AUTHOR

...view details