ગુજરાત

gujarat

Indian team: અફઘાનિસ્તાન સામેની T20I શ્રેણીમાં રોહિત-વિરાટની વાપસી

By ETV Bharat Gujarati Team

Published : Jan 7, 2024, 10:56 PM IST

અફઘાનિસ્તાન સામે 11 જાન્યુઆરીથી શરૂ થનારી 3 મેચની T20I શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. ટીમની કમાન રોહિત શર્માના હાથમાં રહેશે. ચાહકો માટે સારા સમાચાર એ છે કે લાંબા સમય બાદ તેઓ પોતાની ફેવરિટ 'રોહિત-કોહલી'ની જોડીને ટી-20 મેચમાં રમતા જોઈ શકશે.

Etv Bharat
Etv Bharat

હૈદરાબાદ:BCCIએ અફઘાનિસ્તાન સામેની 3 મેચની T20I શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી છે. ભારતના સ્ટાર બેટ્સમેન રોહિત શર્મા અને વિરાટ કોહલીની ટીમમાં વાપસી થઈ છે. ટીમની કમાન રોહિત શર્માના હાથમાં આપવામાં આવી છે. આ ટીમમાં ઘણા ચોંકાવનારા નામો સામે આવ્યા છે. ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ, રવિન્દ્ર જાડેજા, કેએલ રાહુલ અને શ્રેયસ અય્યર જેવા ટોચના ખેલાડીઓને ટીમમાં સ્થાન મળ્યું નથી. સૂર્યકુમાર યાદવ અને હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત છે, જેના કારણે તેમને ટીમમાં સામેલ કરવામાં આવ્યા નથી.

ટીમની કમાન રોહિત શર્માના હાથમાં છે. ટીમમાં 6 નિષ્ણાત બેટ્સમેનોની સાથે 2 વિકેટકીપર બેટ્સમેન, 3 ઓલરાઉન્ડર, 2 સ્પિનરો અને 3 ફાસ્ટ બોલરોનો સમાવેશ કરવામાં આવ્યો છે. રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ અને વિરાટ કોહલીની હાજરીથી ટોપ ઓર્ડર મજબૂત દેખાય છે. મિડલ ઓર્ડરની જવાબદારી તિલક વર્મા, જીતેશ શર્મા અને સંજુ સેમસન પર રહેશે. જ્યારે રિંકુ સિંહ અને શિવમ દુબે ફિનિશરની ભૂમિકા ભજવતા જોવા મળશે.

જસપ્રીત બુમરાહની ગેરહાજરીમાં ઝડપી બોલિંગ આક્રમણની કમાન ડાબોડી સ્ટાર ફાસ્ટ બોલર અર્શદીપ સિંહના હાથમાં રહેશે. જેમને અવેશ ખાન અને મુકેશ કુમારનું સમર્થન મળશે. સ્પિન વિભાગ કુલદીપ યાદવ સંભાળશે, જેણે વર્લ્ડ કપ 2023માં શાનદાર બોલિંગ કરી હતી.

ટીમ ઈન્ડિયાના ચાહકો માટે સારા સમાચાર એ છે કે સ્ટાર બેટ્સમેન રોહિત શર્મા અને વિરાટ કોહલી લાંબા સમય બાદ ટી-20 ક્રિકેટ રમતા જોવા મળશે. બંને ખેલાડીઓ છેલ્લે ઇંગ્લેન્ડ સામે T20 વર્લ્ડ કપ સેમિફાઇનલમાં T20 મેચ રમતા જોવા મળ્યા હતા. આ બંનેની T20 ટીમમાં વાપસીથી સ્પષ્ટ સંકેત મળી ગયો છે કે 'Ro-Co'ની આ સ્ટાર જોડી 1 જૂનથી શરૂ થઈ રહેલા T20 વર્લ્ડ કપ 2024માં પણ ટીમનો ભાગ હશે.

અફઘાનિસ્તાન સામે ભારતની ટીમ:

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, તિલક વર્મા, રિંકુ સિંઘ, જીતેશ શર્મા (વિકેટકીપર), સંજુ સેમસન (વિકેટકીપર), શિવમ દુબે, વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, કુલદીપ યાદવ, અર્શ પટેલ , અવેશ ખાન, મુકેશ કુમાર

ABOUT THE AUTHOR

...view details