નવી દિલ્હીઃ શ્રીલંકામાં આર્થિક અને રાજકીય સંકટ સતત ઘેરી બની રહ્યું છે, જેની અસર હવે દેશના ક્રિકેટ પર પણ જોવા મળી રહી છે. હકીકતમાં, શ્રીલંકા ક્રિકેટએ (SLC) બુધવારે એશિયન ક્રિકેટ કાઉન્સિલને (Asian Cricket Council) જાણ કરી હતી કે તે આગામી એશિયા કપ T20 ટૂર્નામેન્ટનું (Asia Cup Will Not Be Held In Sri Lanka) આયોજન નહીં કરી શકે કારણ કે દેશની વર્તમાન આર્થિક અને રાજકીય સ્થિતિ હાલમાં યોગ્ય નથી. શ્રીલંકાએ તાજેતરમાં લંકા પ્રીમિયર લીગની (Lanka Premier League) ત્રીજી સીઝન પણ મુલતવી રાખી છે.
આ પણ વાંચો:USના આ શહેરમાં યોજાશે ઓલિમ્પિકની ઓપનિંગ સેરેમની, શેડ્યુલનું કરાયું એલાન
ACC આગામી દિવસોમા જાહેરાત કરે તેવી શક્યતા :ACCના એક સૂત્રએ જણાવ્યું હતું કે, "શ્રીલંકા ક્રિકેટે જાણ કરી છે કે તેમના દેશની વર્તમાન રાજકીય અને આર્થિક પરિસ્થિતિને કારણે, ખાસ કરીને જ્યારે વિદેશી હૂંડિયામણની વાત આવે છે, ત્યારે આ દેશમાં 6 ટીમોની આ મોટી ઇવેન્ટની યજમાની કરવી તેમના માટે આદર્શ પરિસ્થિતિ નથી."અધિકારીએ કહ્યું કે, SLC અધિકારીઓએ માહિતી આપી છે કે, તેઓ UAE અથવા અન્ય કોઈ દેશમાં ટૂર્નામેન્ટનું આયોજન કરવા ઈચ્છે છે. અધિકારીએ જણાવ્યું હતું કે, ઓસ્ટ્રેલિયામાં આ વર્ષે યોજાનાર T20 વર્લ્ડ કપ પહેલા એશિયા કપ ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં યોજાવાનો છે અને ACC આગામી થોડા દિવસોમાં તેની જાહેરાત કરે તેવી શક્યતા છે.
આ પણ વાંચો:Shooting World Cup : અનીશ ભાનવાલા, રિધમ સાંગવાને જીત્યો બ્રોન્ઝ મેડલ
ભારતની સાથે સાથે અન્ય કોઈ દેશ પણ હોઈ શકે : અધિકારીએ કહ્યું, "યુએઈ અંતિમ વૈકલ્પિક સ્થળ નથી, ત્યાં ભારતની સાથે સાથે અન્ય કોઈ દેશ પણ હોઈ શકે છે કારણ કે ACC અને શ્રીલંકા ક્રિકેટે ટૂર્નામેન્ટની યજમાની માટે અંતિમ મંજૂરી માટે પહેલા અમીરાત ક્રિકેટ બોર્ડના અધિકારીઓ સાથે વાત કરવી પડશે."