ગુજરાત

gujarat

બીજાપુરની ઘટના બાદ ETV BHARATની ઈજાગ્રસ્ત જવાનો સાથે વાતચીત

By

Published : Apr 5, 2021, 3:58 PM IST

છત્તીસગઢના બીજાપુરમાં નક્સલવાદી એન્કાઉન્ટરમાં 22 જવાન શહીદ થયા હાત. જ્યારે કેટલાક ઇજાગ્રસ્ત સૈનિકોની રાયપુરની ખાનગી હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી રહી છે. ETV ભારતે એન્કાઉન્ટરમાં શામેલ ઈજાગ્રસ્ત સૈનિકો સાથે વાત કરી હતી.

બીજાપુરની ઘટના બાદ ETV BHARATની ઈજાગ્રસ્ત જવાનો સાથે વાતચીત
બીજાપુરની ઘટના બાદ ETV BHARATની ઈજાગ્રસ્ત જવાનો સાથે વાતચીત

  • બીજાપુરમાં નક્સલવાદી હુમલામાં 22 જવાનો શહીદ થયા હતા
  • ઈજાગ્રસ્ત સૈનિકોની સારવાર ચાલી રહી છે
  • નક્સલવાદીઓએ જવાનો પર ફાયરિંગ કર્યું હતું

છત્તીસગઢઃ બીજાપુરમાં નક્સલવાદી એન્કાઉન્ટરમાં 22 જવાન શહીદ થયા છે. આ એન્કાઉન્ટરમાં જવાનોએ સામે લડત આપી હતી. જ્યારે કેટલાક ઇજાગ્રસ્ત સૈનિકોની રાયપુરની ખાનગી હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી રહી છે. ETV ભારતે એન્કાઉન્ટરમાં શામેલ ઈજાગ્રસ્ત સૈનિકો સાથે વાત કરી હતી. STFના કોન્સ્ટેબલ દેવ પ્રકાશે જણાવ્યું હતું કે, ડુંગરમાં પડી ગયેલા તમામ સૈનિકોને નક્સલીઓએ ચારે બાજુથી ઘેરી લીધા હતા અને ચારે બાજુથી ફાયરિંગ થઈ રહ્યું હતું. જવાનોએ પણ જવાબી ફાયરિંગ કરી હતી.

નક્સલીઓ તરફથી ફાયરિંગ થઈ રહ્યું હતુંઃ જવાન

આ પણ વાંચોઃ છત્તીસગઢના બીજાપુરમાં નક્સલી હુમલો 22 જવાનો શહિદ

નક્સલીઓ તરફથી ફાયરિંગ થઈ રહ્યું હતુંઃ જવાન

તેમણે જણાવ્યો હતુ કે, તે બધા સૈનિકો ઓપરેશન કરવા માટે ત્યાં પહોંચ્યા હતા અને ત્યાં લગભગ 300થી 400 નક્સલવાદીઓ હતા. કોઈએ જણાવ્યું હતું કે, નક્સલવાદીઓ પણ ત્યાં માર્યા ગયા છે અને મોટી સંખ્યામાં નક્સલીઓ પણ ઈજાગ્રસ્ત થયા છે. જવાને જણાવ્યું કે આ દરમિયાન મોટા પાયે ફાયરિંગ થઈ રહ્યું હતું કે તેઓ ઈજાગ્રસ્ત સૈનિકોને પણ ઉપાડી શક્યા નહોતો. તેમણે સૈનિકોને બચાવવાની તમામ કોશિશ કરી હતી. પરંતુ ફાયરિંગ એટલું થઈ રહ્યું હતું કે આપણા સૈનિકોના મૃતદેહને પણ ઉપાડી ના શક્યા. કોન્સ્ટેબલ વેદ પ્રકાશે જણાવ્યું હતુ કે, ભવિષ્યમાં તે આવા નક્સલવાદીઓ સામે કાર્યવાહી કરશે અને તેમનો સામનો કરશે.

આ પણ વાંચોઃ છત્તીસગઢ : પોલીસ અને નક્સલીઓ વચ્ચે ઘર્ષણમાં બે નક્સલ ઠાર, એક જવાન શહીદ

નક્સલવાદીઓ પાસે ઈમ્પોવાઈઝ બોમ્બ હતાઃ કોબ્રા બટાલિયન

કોબ્રા બટાલિયનના કોન્સ્ટેબલ બલરાજ સિંઘે જણાવ્યું હતું કે, નક્સલવાદીઓ પાસે ઈમ્પોવાઈઝ બોમ્બ હતા, તેમણે તેના દ્વારા વધારે ફાયરિંગ કર્યું હતું, નક્સલવાદીઓ તરફથી આટલી બધી ફાયરિંગ થઈ હતી કે જવાબમાં તેમણે પણ ફાયરિંગ કર્યું હતુ. આપણા તમામ સૈનિકો બહાદુરીથી લડ્યા હતા. જવાને કહ્યું કે નક્સલવાદીઓની સમગ્ર બટાલિયન હતી અને તેઓ સ્થાનિક લોકોની સાથે હતા, ત્યાં આશરે 300થી 400 નક્સલવાદીઓ હાજર હતા. તેમણે જણાવ્યું હતુ કે, તેમનું યોગદાન આગળ પણ ચાલુ રહેશે, છત્તીસગઢમાં સતત નક્સલવાદી એન્કાઉન્ટરને કારણે સૈનિકો શહીદ થઈ રહ્યા છે, આવી સ્થિતિમાં છત્તીસગઢ સરકાર તેમજ કેન્દ્ર સરકારે નક્સલવાદીઓ સામે કડક પગલાં ભરવા પડશે જેથી છત્તીસગઢથી આ સમસ્યાને જડમુળમાંથી દૂર કરી શકાય.

ABOUT THE AUTHOR

...view details