નવી દિલ્હીઃ આ કોઈ ચીન, યુરોપ કે અમેરિકાની ટ્રેન નથી. ટ્રેનમાં પ્લેન જેવો માહોલ ફીલ કરાવતી આ ટ્રેન ભારતમાં ચાલે છે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ રવિવારે ટ્વિટર પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં ભારતમાં દોડતી ટ્રેનનો આ વીડિયો છે. આ વીડિયોને ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે. લોકો આશ્ચર્ય સાથે પૂછે છે કે શું ખરેખર આવી ટ્રેન ભારતમાં ચાલી રહી છે? તમે વિચારતા જ હશો કે આ વંદે ભારત ટ્રેનનો વીડિયો છે. ના, આ વંદે ભારત ટ્રેન નથી. આ ડેક્કન ક્વીન ટ્રેન છે, જે મુંબઈ અને પુણે વચ્ચે દોડે છે. આ ટ્રેને લોકોનો ટ્રેન પ્રવાસનો અનુભવ બદલી નાખ્યો છે.
શું લખ્યું મહિન્દ્રાએઃઆનંદ મહિન્દ્રાએ ટ્રેનના વીડિયો સાથે લખ્યું, 'ટ્રેનની મુસાફરીની યાદો. દરેક ભારતીયના આત્મામાં રહે છે. મારા #sundayvibesમાં મુંબઈથી પુણેની આ સુંદર નવી ટ્રેનમાં સવારી કરવાનું આયોજન છે.' આનંદ મહિંદાએ શેર કરવામાં આવેલો વીડિયો સિદ્ધાર્થ બકરિયા નામના યુઝરે શેર કર્યો છે. તેમણે તેની પોસ્ટમાં લખ્યું, 'વિહંગમ દૃશ્યો, ફરતી ખુરશીઓ, ઉત્તમ ભોજન અને કાચની છત સાથે! વિસ્ટાડોમ કોચ ટ્રેનની મુસાફરીમાં આકર્ષણ ઉમેરે છે.
Atiq Ahmed Case: અતિક અહેમદની બે બહેન અને ભત્રીજો વોન્ટેડ જાહેર, નવી હકીકત સામે આવી