ગુજરાત

gujarat

Agnipath Scheme : અગ્નિપથ યોજના સામેની અરજી પર SCમાં આવતા અઠવાડિયે સુનાવણી

By

Published : Jul 4, 2022, 2:43 PM IST

Agnipath Scheme : અગ્નિપથ યોજનાને પડકારતી અરજી પર સુપ્રીમ કોર્ટ કેમ આવતા અઠવાડિયે સુનાવણી કરશે જૂઓ
Agnipath Scheme : અગ્નિપથ યોજનાને પડકારતી અરજી પર સુપ્રીમ કોર્ટ કેમ આવતા અઠવાડિયે સુનાવણી કરશે જૂઓ

કેન્દ્ર સરકારની અગ્નિપથ યોજનાને (Agnipath Scheme) લઈને દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી આવતા અઠવાડિયે સુપ્રીમ કોર્ટમાં થશે. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, સંસદની મંજૂરી વિના લાવવામાં આવેલી અગ્નિપથ યોજના (Agnipath Scheme Protest) ગેરબંધારણીય અને ગેરકાયદેસર છે. ત્યારે કેમ આવતા અઠવાડિયે સુનાવણી હાથ ધરવામાં આવેશે જૂઓ.

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટ (Supreme Court) સોમવારે સશસ્ત્ર દળોમાં ભરતી માટે કેન્દ્રની 'અગ્નિપથ' યોજનાને પડકારતી અરજી પર આગામી સપ્તાહે સુનાવણી કરવા સંમત થઈ છે. ગયા મહિને સરકારે 'અગ્નિપથ' યોજનાની (Agnipath Scheme) જાહેરાત કરી હતી. કે, આ યોજના હેઠળ, સાડા 17 વર્ષથી 21 વર્ષની વય જૂથના યુવાનોને ચાર વર્ષના કાર્યકાળ માટે સશસ્ત્ર દળોમાં સામેલ કરવામાં આવશે. તેમાંથી 25 ટકાને પછીથી નિયમિત સેવામાં સામેલ કરવામાં આવશે. 16 જૂનના રોજ, સરકારે આ વર્ષ માટે (Agnipath Protest Analysis) આ યોજના હેઠળ ભરતી માટેની વય મર્યાદા 21 વર્ષથી વધારીને 23 વર્ષ કરી હતી. જેને લઈને મામલો સુપ્રીમ કોર્ટે પહોચ્યો છે.

આ પણ વાંચો:અગ્નિપથ યોજનાને લઈને કોંગ્રેસ પર વીકે સિંહ ભડક્યા, કહ્યું..

દેશભરમાં હિંસાને લઈને તપાસ - અગાઉ, અગ્નિપથ યોજનાને લઇને 20 જૂને જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી હતી. અરજીમાં અગ્નિપથ યોજનામાં ભરતી અંગે કેન્દ્ર સરકાર (Agnipath Scheme Protest) દ્વારા બહાર પાડવામાં આવેલ નોટિફિકેશનને રદ કરવાની કોર્ટમાં માંગ કરવામાં આવી હતી. અરજીમાં કહેવામાં (Agnipath Protests India) આવ્યું હતું કે, સંસદની મંજૂરી વિના લાવવામાં આવેલી અગ્નિપથ યોજના ગેરબંધારણીય અને ગેરકાયદેસર છે. તેથી સુપ્રીમ કોર્ટે આ યોજના રદ કરવી જોઈએ. આ ઉપરાંત આ પહેલા પણ સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં માંગ કરવામાં આવી હતી કે અગ્નિપથ યોજના વિરુદ્ધ દેશભરમાં થઈ રહેલી હિંસાની SIT તપાસ કરવામાં આવે અને સ્ટેટસ રિપોર્ટ માંગવામાં આવે.

આ પણ વાંચો :અગ્નિપથ વિરોધનું પૃથક્કરણ: કૃષિ સંકટનો મામલો કથળી રહ્યો છે

આવતા અઠવાડિયે સુનાવણી :અગ્નિપથ યોજના હેઠળ (What is Agnipath Yojana) યુવાનોને ચાર વર્ષ માટે ભરતી કરવામાં આવશે. પરંતુ, કોઈને પેન્શન કે ગ્રેજ્યુએશન નહીં મળે. અગ્નિવીરોને સૈનિકો માટે ઉપલબ્ધ કેન્ટીનની સુવિધા પણ નહીં મળે. ચાર વર્ષની સેવાના અંતે અગ્નિવીરોને લગભગ 12 લાખ રૂપિયા સર્વિસ ફંડ તરીકે મળશે. સર્વિસ ફંડ (Agnipath recruitment scheme) પર ઇન્કમ ટેક્સ લાગશે નહીં. આ ઉપરાંત સુનાવણીને લઈને વાત કરવામાં આવે તો જસ્ટિસ ઈન્દિરા બેનર્જી (Justices Indira Banerjee) અને જસ્ટિસ જે.કે. મહેશ્વરીની(Justices JK Maheshwari) વેકેશન બેન્ચે જણાવ્યું હતું કે, ઉનાળાના વેકેશન પછી જ્યારે સર્વોચ્ચ (Agnipath Scheme in SC) અદાલત ફરી ખુલશે, ત્યારે આવતા અઠવાડિયે યોગ્ય બેંચ સમક્ષ અરજીઓની સૂચિબદ્ધ કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details