અમદાવાદ : આપ નેતા ગોપાલ ઇટાલીયાને આજે રાષ્ટ્રીય મહિલા આયોગમાં ગોપાલ ઇટાલિયાને હાજર થવાનું ફરમાણ હતું. તેઓ આજે હાજર પણ થયા છે અને તેની પૂછપરછ હાલમાં ચાલી રહી છે. ગોપાલ ઇટાલીયા દ્વારા વડાપ્રધાન મોદી પર અપમાનજનક ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ગોપાલ ઇટાલિયા લિંગ-પક્ષપાતી, નારી વિરોધી અને નિંદનીય છે. ગોપાલ ઇટાલીયાએ ટ્વિટ કરીને જણાવ્યું છે કે, તેમના પર દબાવ બનાવવામાં આવી રહ્યો છે.
કેજરીવાલે ટ્વિટ કરીને જાણકારી આપી કેજરીવાલે પણ આ બાબતે ટ્વિટ કરીને જણાવ્યું છે કે, ગોપાલ ઈટાલિયાની પાછળ આખી ભાજપ કેમ પડી છે?
NCWના ચેરમેન રેખા શર્માએ ટ્વિટ કર્યું NCWના ચેરમેન રેખા શર્માને જણાવ્યું છે કે, મને 100-150 લોકો આવીને ધમકી આપવા લાગ્યા હતા. તેઓને ફક્ત શું મામલો છે તેના વિશેની પૂછપરછ માટે બોલાવામાં આવ્યા હતા. તેઓ વકીલો સાથે આવ્યા હતા.
ઇટાલિયાએ વડાપ્રધાન પર પ્રહારો કર્યા ઇટાલિયાએ કર્યો બફાટ આપણે ઘણી વખત જોયું છે કે, ચૂંટણી પ્રચાર દરમિયાન રાજકારણીઓ એકબીજા પર આક્ષેપો કરતા રહે છે. એટલું જ નહીં, ઘણી વખત નેતાઓ કેટલીક અભદ્ર ભાષા અને ટિપ્પણીઓ પર પણ ઉતરી આવે છે. હવે ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ પણ કંઈક આવું જ કર્યું છે. ઈટાલિયાએ વડાપ્રધાન મોદી માટે અપશબ્દોનો ઉપયોગ કર્યો છે. તેમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે પીએમ મોદી માટે અભદ્ર ભાષાનો ઉપયોગ કરી રહ્યો છે.
વડાપ્રધાન પર અપશબ્દનો વાર હવે ઈટાલિયાની આ અભદ્ર ભાષાને કારણે આમ આદમી પાર્ટી દ્વારા ભારતીય જનતા પાર્ટી પર પ્રહારો અને ઘેરાયેલા છે. બીજેપી નેતા અમિત માલવિયાએ એક પોસ્ટ સાથે ગોપાલ ઈટાલિયાનો આ વીડિયો શેર કર્યો છે.