ગુજરાત

gujarat

દેશ પર ફરી મંડરાયો કોરોનાનો ખતરો, 59 કેસ નોંધાયા, કુલ સંક્રમિત લોકોની સંખ્યા 4.50 કરોડને વટાવી ગઈ

By ETV Bharat Gujarati Team

Published : Dec 4, 2023, 5:20 PM IST

દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. સોમવારે 50 થી વધુ નવા ચેપગ્રસ્ત દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સંપૂર્ણ સમાચાર વાંચો...

Etv Bharat
Etv Bharat

નવી દિલ્હી : ભારતમાં સોમવારે કોરોના વાયરસના 59 નવા કેસ નોંધાયા છે. હવે દેશમાં કોવિડની સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા 479 પર પહોંચી ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા સવારે 8 વાગ્યે અપડેટ કરાયેલા ડેટા અનુસાર, દેશમાં કોવિડ-19ને કારણે જીવ ગુમાવનારા લોકોની કુલ સંખ્યા 5,33,300 છે, જ્યારે કોરોના વાયરસથી સંક્રમિત લોકોની કુલ સંખ્યા 4,50,02,238 છે.

દેશમાં સારા પ્રમાણમાં છે રિકવરી રેટ : સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઈટ અનુસાર, આ રોગમાંથી સાજા થનારા લોકોની સંખ્યા વધીને 4,44,68,459 થઈ ગઈ છે અને રાષ્ટ્રીય રિકવરી રેટ 98.81 ટકા છે. કેસમાં મૃત્યુદર 1.19 ટકા છે. મંત્રાલયની વેબસાઇટ અનુસાર, દેશમાં અત્યાર સુધીમાં કોવિડ રસીના 220.67 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.

ચિન માંથી થઇ હતી ઉત્પતિ :જેમ કે આપણે બધા જાણીએ છીએ કે કોવિડ 19 વાયરસની ઉત્પત્તિ ચીનમાંથી થઈ છે. ચીનમાં તબાહી મચાવ્યા પછી, કોવિડ-19 એ સમગ્ર વિશ્વને સંક્રમિત કર્યું હતું. આ દિવસોમાં ચીનમાં બાળકોમાં ન્યુમોનિયા સહિત શ્વસન સંબંધી બીમારીઓ જોવા મળી રહી છે. ચીનના ડોકટરો અને વિદેશના નિષ્ણાતોએ ચીનમાં રોગચાળો ફાટી નીકળવા અંગે ચિંતા વ્યક્ત કરી છે, ચીનમાં તેમજ અન્ય ઘણા દેશોમાં લોકોમાં શ્વસન રોગોના લક્ષણો જોવા મળે છે.

  1. સાબરકાંઠામાં મહુડાની મીઠાઈ બની રોજગારીનું માધ્યમ, આરોગ્યપ્રદ છે આ મહુડાના લાડુ
  2. શિયાળામાં શાકભાજીના ભાવ આસમાને, લગ્નગાળો બન્યો કારણભૂત, જાણો શું ભાવ...

TAGGED:

ABOUT THE AUTHOR

...view details