ગુજરાત

gujarat

1983ના વર્લ્ડ કપ વિજેતા ટીમના સભ્ય Yashpal Sharmaનું હાર્ટ એટેકથી મૃત્યુ

By

Published : Jul 13, 2021, 12:36 PM IST

Updated : Jul 13, 2021, 12:59 PM IST

પૂર્વ ભારતીય ક્રિકેટર યશપાલ શર્મા (Yashpal Sharma)નું આજે મંગલવારે સવારે મૃત્યુ થયું હતું. યશપાલ શર્મા (Yashpal Sharma) 1893માં વર્લ્ડ કપ (World Cup) વિજેતા ટીમના સભ્ય હતા. તેમના મૃત્યુથી ખેલ જગતમાં શોકનો માહોલ છવાઇ ગયો છે.

યશપાલ શર્મા
યશપાલ શર્મા

  • Yashpal Sharmaનું આજે મંગલવારે સવારે મૃત્યુ
  • 66 વર્ષની ઉંમરે હાર્ટ એટેકથી મૃત્યુ
  • 1983ના World Cup વિજેતા ટીમના સભ્ય હતા

નવી દિલ્હી :યશપાલ શર્મા (Yashpal Sharma)એ 1979માં લોર્ડ્સમાં ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું, જ્યારે 1983માં તેમને તેમની છેલ્લી ટેસ્ટ મેચ રમી હતી. યશપાલ શર્મા (Yashpal Sharma)એ 1978માં વન ડે ડેબ્યૂ કર્યું હતું અને 1985માં તેની છેલ્લી વનડે મેચ રમી હતી.

મદનલાલ, કપિલ દેવ સહિતના ઘણા ક્રિકેટરોએ દુ:ખ વ્યક્ત કર્યું

મૃત્યુના સમાચારથી ક્રિકેટ જગતમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. મદનલાલ, કપિલ દેવ સહિતના ઘણા ક્રિકેટરોએ આ મૃત્યુ પર દુ:ખ વ્યક્ત કર્યું છે. ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર મદનલાલે તેમના સાથી ખેલાડીના મૃત્યુ પર જણાવ્યું હતું કે, તે માની શકે નહિ કે આવું થયું છે. અમે રમતની શરૂઆત પંજાબથી કરીને પછી અમે વર્લ્ડ કપ (World Cup)માં સાથે રમ્યા હતા.

આ પણ વાંચો : દિલીપ કુમારના નિધન પર મોરારીબાપુએ વ્યક્ત કર્યો શોક

ભારત તરફથી કુલ 37 ટેસ્ટ મેચ રમી

યશપાલ શર્મા (Yashpal Sharma)એ ભારત તરફથી કુલ 37 ટેસ્ટ મેચ રમી હતી. જેમાં તેમણે 34ની સરેરાશથી 1,606 રન બનાવ્યા હતા. તે જ સમયે યશપાલ શર્મા (Yashpal Sharma)એ કુલ 42 વન ડે મેચમાં 883 રન બનાવ્યા હતા.

Yashpal Sharmaની ઉંમર 66 વર્ષ હતી

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને 1983ની વિશ્વ વિજેતા ટીમનો ભાગ એવા યશપાલ શર્મા (Yashpal Sharma)નું નિધન થયું છે. યશપાલ શર્મા (Yashpal Sharma)નું મંગળવારે સવારે હાર્ટ એટેક (Heart Attack)ને કારણે અવસાન થયું હતું. યશપાલ શર્મા (Yashpal Sharma)ની ઉંમર 66 વર્ષની હતી.

આ પણ વાંચો : ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી હાર્દિક પંડ્યાના પિતાનું નિધન

રમતની શરૂઆત પંજાબથી કરી પછી અમે World Cupમાં સાથે રમ્યા

વિશ્વ વિજેતા ટીમમાં યશપાલ શર્મા (Yashpal Sharma) સાથે રમનારા ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર મદનલાલે તેમની ટીમના સાથીના મૃત્યુ પર જણાવ્યુંં હતું કે, તે માની શકે નહિ કે આ બન્યું છે. અમે રમતની શરૂઆત પંજાબથી કરી પછી અમે વર્લ્ડ કપ (World Cup)માં સાથે રમ્યા હતા.

Yashpal Sharmaના બાળકો વિદેશમાં અભ્યાસ કરે છે

મદનલાલે જણાવ્યુંં હતું કે, કપિલ દેવ અને ટીમના અન્ય સભ્યોની પણ વાત કરવામાં આવી છે. આ સમાચારથી દરેક આશ્ચર્યમાં છે. યશપાલ શર્મા (Yashpal Sharma) પાછળ પત્ની અને ત્રણ સંતાનો છે. યશપાલ શર્માના બાળકો વિદેશમાં અભ્યાસ કરે છે. યશપાલ શર્મા (Yashpal Sharma) ભારતીય ક્રિકેટ ટીમના નેશનલ સિલેક્ટર પણ રહી ચૂક્યા છે.

Yashpal Sharmaએ 1983ના World Cupની જીતનો એજન્ડા નક્કી કર્યો

પૂર્વ ક્રિકેટર કીર્તિ આઝાદે જણાવ્યું હતું કે, આજે અમારૂં કુટુંબ તૂટી ગયું છે, યશપાલ શર્મા (Yashpal Sharma)એ 1983ના વર્લ્ડ કપ (World Cup)ની જીતનો એજન્ડા નક્કી કર્યો હતો. અમે હમણાં જ 25 જૂને મળ્યા હતા. ત્યારબાદ તે ખૂબ જ ખુશ હતો. તે અમારી ટીમમાં સૌથી યોગ્ય ખેલાડીઓમાંનો એક હતો. કીર્તિ આઝાદના જણાવ્યા મુજબ, આજે સવારે મોર્નિંગ વોકથી પાછો આવ્યો ત્યારે તેમને છાતીમાં દુ:ખાવો થયો હતો. તે પછી તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર માધવ આપ્ટેનું નિધન

વિશ્વ વિજેતા ટીમનો એક મહત્વપૂર્ણ ભાગ હતા

યશપાલ શર્મા (Yashpal Sharma)એ ભારત તરફથી કુલ 37 ટેસ્ટ મેચ રમી હતી. જેમાં તેમણે 34ની સરેરાશથી 1606 રન બનાવ્યા હતા. તે જ સમયે યશપાલ શર્મા (Yashpal Sharma)એ કુલ 42 વનડે મેચમાં 883 રન બનાવ્યા હતા. યશપાલ શર્મા (Yashpal Sharma)એ 1983ની વર્લ્ડ કપ (World Cup) વિજેતા ટીમનો મહત્વપૂર્ણ ભાગ હતા. યશપાલ શર્મા (Yashpal Sharma)એ વર્લ્ડ કપ (World Cup)માં વેસ્ટ ઇન્ડીઝ સામે રમાયેલી પ્રથમ મેચમાં 89 રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી. જેમાં ટીમ ઈન્ડિયા જીતી ગઈ હતી. આ ઉપરાંત યશપાલ શર્મા (Yashpal Sharma)એ પણ સેમિફાઇનલમાં 61 રન બનાવ્યા હતા. જ્યારે ભારતે ઇંગ્લેન્ડને પરાજિત કર્યું હતું.

વર્લ્ડ કપ પછી કારકિર્દીમાં સતત ઉતાર આવ્યો

1983ના વર્લ્ડ કપ (World Cup) પછી યશપાલ શર્મા (Yashpal Sharma)નું કરિયર સતત ઉતાર આવવા લાગ્યો. નબળા પ્રદર્શનને કારણે યશપાલ શર્મા (Yashpal Sharma)ને પ્રથમ ટેસ્ટ ટીમમાંથી બહાર કરાયા હતા. ત્યારબાદ તે વનડેમાં પણ વાપસી કરી શક્યો ન હતો. યશપાલ શર્મા (Yashpal Sharma) મૂળ પંજાબનો હતો. જેનો જન્મ 11 ઑગસ્ટ 1954માં થયો હતો. પંજાબ સ્કૂલ તરફથી રમતા, યશપાલ શર્મા (Yashpal Sharma)એ 260 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. ત્યારબાદ તે સતત હેડલાઇન્સમાં રહ્યો હતો.

Last Updated :Jul 13, 2021, 12:59 PM IST

ABOUT THE AUTHOR

...view details