ગુજરાત

gujarat

તરભ ગામે ભાજપનો 'બૃહદ' ભરતી મેળો, 500થી વધુ તરભવાસીઓ ભાજપમાં જોડાયા - Loksabha Election 2024

By ETV Bharat Gujarati Team

Published : Mar 31, 2024, 9:58 PM IST

તરભ ગામે ભાજપનો 'બૃહદ' ભરતી મેળો

મહેસાણાઃ વિસનગર તાલુકાનું અત્યાર સુધી કોંગ્રેસ તરફી રહેલું તરભ ગામ આજે આખેઆખું ભાજપમાં જોડાયું છે. ગામના આગેવાનો, હાલના અને પૂર્વ કોંગ્રેસ હોદ્દેદારો ભાજપમાં જોડાયા હતા. આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે તમામનું કેસરી ખેસ પહેરાવીને સ્વાગત કર્યુ હતું. આ ઘટના પરથી કહી શકાય કે ઋષિકેશ પટેલનું 'ભરતી મેળો' ઓપરેશન સફળ રહ્યું. આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલના જણાવ્યા અનુસાર અત્યાર સુધી તરભ ગામ કોંગ્રેસ તરફ ઝૂકેલું હતું. જે હવે ભાજપ સાથે જોડાઈ ગયું છે.  તરભ ગામમાંથી અત્યાર સુધી ભાજપને સહકાર મળતો ન હતો ચૂંટણીમાં પણ મત ઓછા મળતા હતા. હવે સમગ્ર તરફ ગામ ભાજપ સાથે છે. તાજેતરમાં જ તરભમાં યોજાયેલ ધાર્મિક ઉત્સવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહભાગી બન્યા હતા. ગામવાસીઓ અને આગેવાનોને વડાપ્રધાન જે વિકાસનું રાજકારણ કરે છે તેમાં રસ છે. તેથી આખે આખું ગામ ભાજપમાં જોડાયું છે.  જિલ્લા પ્રમુખ ગીરીશ રાજગોરે કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સૂત્ર સબકા સાથ સબકા વિકાસ, સબકા પ્રયાસ, સબકા વિશ્વાસથી પ્રેરાઈને તરભના ગ્રામ્યજનો, આગેવાનોએ ભાજપમાં જોડાવાનો નિર્ણય લીધો અને આજે ભાજપમાં જોડાઈ ગયા છે. તાજેતરમાં વડાપ્રધાન તરભ આવ્યા હતા. તેમણે વાળીનાથ ભગવાનના આશીર્વાદ લીધા હતા.

ABOUT THE AUTHOR

...view details