ગુજરાત

gujarat

ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્રની અનોખી પહેલ "મતદાન કરો ડિસ્કાઉન્ટ મેળવો" - lok sabha election 2024

By ETV Bharat Gujarati Team

Published : Apr 25, 2024, 12:46 PM IST

ગાંધીનગર જિલ્લા ચૂંટણી અધિકારી અને ગાંધીનગર જિલ્લા કલેકટર મેહુલ દવે દ્વારા લોકશાહીને મજબૂત કરવાના આધાર સ્તંભ એવા મતદારોને વધુ જાગૃત કરવાની દિશામાં સુચારું આયોજન કરવામાં આવ્યું છે. મતદારોને મતદાન સાથે ડિસ્કાઉન્ટ આપવાના અભિગમને જિલ્લાના વેપારીઓ સમક્ષ મુકવામાં આવ્યો હતો. આગામી 7 અને 8 મેના રોજ મતદાન કરીને આંગળી પર શાહીની નિશાની દેખાડનાર મતદાતાને ફરસાણ અને ફાસ્ટફૂડની હોટલ રેસ્ટોરન્ટમાં 7% થી વધુનું ડિસ્કાઉન્ટ મળશે.Gandhinagar lok sabha election 2024

Etv Bharat
Etv Bharat

ગાંધીનગર: આગામી તારીખ 7 મેના રોજ ગુજરાતની તમામ 26 સીટો પર એક સાથે મતદાન થશે. ગરમીને કારણે મતદાનની ટકાવારી વધારવી એ તંત્ર માટે પડકારરૂપ બને તેવી સંભાવના છે. મતદાન વધે તે માટે ચૂંટણી પંચ અને જિલ્લા વહીવટી તંત્ર સતત મતદાન જાગૃતિના કાર્યક્રમો કરે છે. ત્યારે ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્રે મતદાન જાગૃતિ માટે અનોખું અભિયાન શરૂ કર્યું છે. આગામી તારીખ 7 અને 8 મેના રોજ મતદાન કરીને આંગળી પર શાહીની નિશાની દેખાડનાર મતદાતાને ફરસાણ અને ફાસ્ટફૂડની હોટલ રેસ્ટોરન્ટમાં 7% થી વધુનું ડિસ્કાઉન્ટ મળશે.

ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્રની અનોખી પહેલ "મતદાન કરો ડિસ્કાઉન્ટ મેળવો"

તંત્રની અનોખી પહેલ "મતદાન કરો ડિસ્કાઉન્ટ મેળવો":ગાંધીનગર જિલ્લા ચૂંટણી અધિકારી અને ગાંધીનગર જિલ્લા કલેકટર મેહુલ દવે દ્વારા લોકશાહીને મજબૂત કરવાના આધાર સ્તંભ એવા મતદારોને વધુ જાગૃત કરવાની દિશામાં સુચારું આયોજન કરવામાં આવ્યું છે. મતદારોને મતદાન સાથે ડિસ્કાઉન્ટ આપવાના અભિગમને જિલ્લાના વેપારીઓ સમક્ષ મુકવામાં આવ્યો હતો. વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશના વેપારીઓએ આ વાતને હર્ષ અને ગૌરવભેર સ્વીકારી હતી. આ લોકશાહીની મજબૂત કરવા માટે તેઓ પોતાના વેપાર ધંધામાં ડિસ્કાઉન્ટ આપવાની વાતને સ્વીકારી છે.

મતદાન કરનારને ૭ ટકા અથવા તેનાથી વધુ ડિસ્કાઉન્ટ :ગાંધીનગરની સ્વાદપ્રિય જનતા માટે ખાણીપીણીનું નવું બજાર ઈન્ફોસિટી અને કુડાસણ ખાતે વિકાસ પામી રહ્યું છે. ખાણીપીણીના બજારમાં નગરજનોને અનોખો અવનવી ખાદ્યચીજોનો સ્વાદ આપવા માટે ગાંધીનગરના હાર્દસમા બનેલા કુડાસણ અને ઈન્ફોસીટી ખાતે આઈસ્ક્રીમ, કેફે, રેસ્ટોરન્ટ ખાતે મતદાન કરીને વિવિધ સ્વાદ માણવા આવતાં નાગરિકોને તેમના બિલ પર ૭ ટકા અથવા તેનાથી વધુ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.

મિઠાઈ અને ફરસાણની ખરીદી ઉપર ડિસ્કાઉન્ટ: આ ડિસ્કાઉન્ટ આપવા માટે ઘ-૪ ગાર્ડન નજીક ગોલા સેન્ટર ચલાવતાં મહિલાએ ગરમીમાં નગરજનોને સૌથી વધુ આકર્ષક કરતી પોતાના બરફ ગોળાના સેન્ટર પર મતદાન કરીને મિનીરલ વોટરમાં તૈયાર થયેલા અને આર્ગોનિક બરફ ગોળા ખાવા આવતા નાગરિકોને ગોળા અને ડીશ પર 7 ટકા ડિસ્કાઉન્ટ આપવાની પહેલ કરી છે. ગાંધીનગરના આંગણે કાર્યરત એવી અનેક રેસ્ટોરેન્ટના સંચાલક દ્વારા પણ મતદાન કરનાર નાગરિકોને પ્રોત્સાહન આપવા માટે પોતાની રેસ્ટારેન્ટમાં જમવા આવતાં નવ નાગરિકોને બિલ પર 7 ટકા ડિસ્કાઉન્ટ આપવાની પણ જાહેરાત કરી છે. ગાંધીનગરમાં સ્વાદપ્રિય નગરજનોમાં ફરસાણ અને મિઠાઈ ક્ષેત્રે આકર્ષણ રૂપ બનેલ એવી અનેક સ્વીટ માર્ટ દ્વારા પણ મતદાન કરનારને પોતાની મિઠાઈ અને ફરસાણની ખરીદી ઉપર 7 ટકા ડિસ્કાઉન્ટ આપવાની છે. તેની સાથે સાથે ગાંધીનગરની અન્ય ફરસાણ અને મિઠાઈની દુકાન પરથી મતદાન કરનાર નાગરિકોને મિઠાઈ કે ફરસાણની ખરીદી પર અલગ- પ અલગ ડિસ્કાઉન્ટ આપવાનું સુચારું આયોજન ગોઠવવામાં આવશે.

  1. રેસ્ટોરન્ટ સંચાલકનો અનોખો નિર્ણય મતદાન કરીને આવનાર ગ્રાહકને, ભોજન બિલમાં 10%નું ડિસ્કાઉન્ટ - JUNAGADH FOOD DISCOUNT
  2. ઘરેથી એમડી ડ્રગ્સની નાની પડીકી બનાવીને વેચાણ કરનાર માસી ભાણેજની સુરત પોલીસ ધરપકડ - surat drug case

ABOUT THE AUTHOR

...view details