ભાવનગર : ભાવનગર લોકસભા બેઠક ઉપર ચૂંટણીના ફોર્મ ઉપાડવાની આજની પ્રથમ તારીખના રોજ લાંબી લાઈન લાગી ગઈ છે. રાષ્ટ્રીય રાજકીય પક્ષો સહિત અપક્ષમાંથી ઉમેદવારી કરવા માંગતા લોકો દ્વારા આજરોજ ફોર્મ ઉપાડવાની પ્રક્રિયા હાથ ધરી હતી. જો કે 19 તારીખ સુધી ફોર્મ ઉપાડીને ઉમેદવારીપત્ર પરત કરવાની છેલ્લી તારીખ છે.
ફોર્મ ઉપાડવાની તારીખ અને ચકાસણીનો છેલ્લો દિવસ : ભાવનગર લોકસભા બેઠક ઉપર ફોર્મ ઉપાડવાની 12 તારીખથી પ્રારંભ થઈ ચૂક્યો છે. ત્યારે ભાવનગર કલેકટર આર કે મહેતાએ જણાવ્યું હતું કે લોકસભાની ચૂંટણીને લઈને ફોર્મ ઉપાડવાની તારીખ 12 તારીખથી લઈને 19 તારીખ છે. આ દરમિયાન કોઈપણ ઉમેદવારી કરવા માગતો વ્યક્તિ ફોર્મ ઉપાડી શકે છે. જો કે ફોર્મ ઉપાડ્યા બાદ ભરીને પરત કરવા માટે 19 તારીખ છેલ્લી છે. ત્યારે 20 તારીખના રોજ ચૂંટણી તંત્ર દ્વારા ચકાસણી કરવામાં આવનાર છે. આમ લોકશાહીના મતદાન માટેના પ્રથમ તબક્કાનો પ્રારંભ થઈ ચૂક્યો છે.
ઉમેદવારી ફોર્મની કિંમત શું ? કેટલા પૈસા ભરવાના? : ભાવનગર લોકસભા બેઠક ઉપર પ્રથમ દિવસે ફોર્મની વિગત આપતા કલેક્ટર આર કે મહેતાએ જણાવ્યું હતું કે પ્રથમ દિવસે 14 જેટલા ફોર્મ ઉપાડવામાં આવ્યા છે. જ્યારે ચૂંટણી વિભાગમાંથી વધુ વિગત મેળવતા જાણવા મળ્યું હતું કે જ્યારે ફોર્મ લેવા કોઈ પણ વ્યક્તિ આવે ત્યારે કોઈ તેની કિંમત ચૂકવવાની રહેતી નથી. પરંતુ ફોર્મ લીધા બાદ જ્યારે તે ઉમેદવારીપત્ર ભરીને પરત કરવા આવે ત્યારે જનરલ કેટેગરીને 25,000 અને ઓબીસી, એસસી, એસટી કેટેગરીમાં હોય તો 12,500 જેવી કિંમત - ડિપોઝિટ ભરવાની રહેતી હોય છે.
કુલ 14 ફોર્મ ઉપડ્યાં : જો કે પ્રથમ દિવસે 14 જેટલા લોકોએ ફોર્મ ઉપાડ્યા છે તેમાંથી 9 જેટલા લોકો અપક્ષમાંથી ફોર્મ ઉપાડ્યા છે અને ભાજપ અને આમ આદમી પાર્ટીએ બે બે ફોર્મ ઉપાડ્યા છે. જો કે બન્ને પક્ષોએ એક એક ફોર્મ ડમી માટેનું પણ ઉપાડવામાં આવ્યું છે. ફોર્મ ઉપાડનાર કોણ કોણ છે તે નામ પર એક નજર કરીએ.
1) અપક્ષ - સંજયભાઈ મગનભાઈ મકવાણા, ભાવનગર
2) અપક્ષ - મનહર કાનજીભાઈ રાઠોડ, ભાવનગર
3)અપક્ષ - દીપકભાઈ સવજીભાઈ સુમરા, નવા રતનપર, ભાવનગર
4)અપક્ષ - રાજેશકુમાર પ્રેમજીભાઈ પરમાર, જૂના રામપર, વલભીપુર
5)અપક્ષ - અનિલભાઈ નરેન્દ્રભાઈ ચાવડા, સિહોર