ગુજરાત

gujarat

જૂનાગઢ મનપાના પૂર્વ કર્મચારીનું કારસ્તાન, નકલી ફાયર NOC આપનાર અસલી આરોપી ઝડપાયા - Fake Fire NOC

By ETV Bharat Gujarati Team

Published : Mar 26, 2024, 5:46 PM IST

જૂનાગઢમાં નકલી ફાયર NOC નો કિસ્સો સામે આવ્યો છે. ચોબારી વિસ્તારમાં બની રહેલા બાંધકામને જૂનાગઢ મનપાના પૂર્વ કર્મચારીએ એનઓસી આપ્યું હતું. જોકે આ સમગ્ર મામલો બે વર્ષ બાદ પ્રકાશમાં આવ્યો છે. જાણો સમગ્ર વિગત...

નકલી ફાયર NOC આપનાર અસલી આરોપી
નકલી ફાયર NOC આપનાર અસલી આરોપી

જૂનાગઢ મનપાના પૂર્વ કર્મચારીનું કારસ્તાન

જૂનાગઢ :જૂનાગઢ મનપાના ફાયર વિભાગના પૂર્વ કર્મચારીએ કારસ્તાન કર્યું છે. જૂનાગઢ શહેરના ચોબારી વિસ્તારમાં બની રહેલા બાંધકામને નકલી પ્રી ફાયર NOC આપવાના કિસ્સામાં જૂનાગઢ પોલીસે ગૌતમ અને સુજલ નામના બે પૂર્વ કર્મચારીની અટકાયત કરી છે.

પૂર્વ કર્મચારીનું કારસ્તાન :જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં આવેલા ચોબારી રોડ પર બની રહેલા નવા કોમ્પલેક્ષને લઈને નકલી પ્રી ફાયર NOC આપ્યા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. જૂનાગઢ મનપામાં ફાયર અધિકારી તરીકે કામ કરતા દિપક જાનીની ફરિયાદને આધારે જૂનાગઢ પોલીસે મનપામાં અગાઉ કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરતા ગૌતમ બામરોલીયા અને સુજલ પોમલની અટકાયત કરીને તપાસ શરૂ કરી છે.

નકલી પ્રી ફાયર NOC : જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના ચોબારી રોડ પર મીત ઇન્ફ્રા નામની કંપની દ્વારા કરવામાં આવેલા બાંધકામ માટે પ્રી ફાયર NOC માગવામાં આવી હતી. જે સંદર્ભે મીત ઇન્ફ્રા દ્વારા 18 ઓગસ્ટ 2022 ના રોજ જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન ફાયર વિભાગમાં વિધિવત અરજી કરી હતી. જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન ફાયર શાખા દ્વારા મીત ઇન્ફ્રાને ફાયર એનઓસી સંદર્ભે કેટલાક દસ્તાવેજોની પૂર્તતા કરવાની નોટિસ આપવામાં આવી હતી, જે 18 નવેમ્બર 2023 સુધી ન આપવામાં આવતા ફાયર વિભાગે સમગ્ર મામલામાં ઉલટ તપાસ શરૂ કરી હતી. જેમાં નકલી પ્રી ફાયર એનઓસીનું કૌભાંડ સામે આવ્યું છે.

તપાસમાં થયો ખુલાસો :18 નવેમ્બર 2023 ના દિવસે જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મીત ઇન્ફ્રાને સમગ્ર મામલામાં ફાયર એનઓસી રજૂ કરવાની તાકીદ કરતા કંપનીએ કોર્પોરેશનમાં ફાયર NOC મળી ગયું હોવાની વિગતો રજૂ કરી હતી. સમગ્ર મામલામાં મિત ઇન્ફ્રાને જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોઈ પણ પ્રકારની ફાયર NOC આપવામાં આવી નથી તેવું રેકોર્ડ પરથી સાબિત થયું. આ મામલામાં મ્યુનિસિપલ કમિશનરના આદેશ અનુસાર કોર્પોરેશન દ્વારા ખૂબ જ ગંભીરતાથી તપાસ શરૂ કરવામાં આવી હતી. જેમાં મીત ઈન્ફાને આપેલી NOC નકલી હોવાનું સામે આવતા મનપા ફાયર અધિકારી દિપક જાની દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

પોલીસ કાર્યવાહી :મીત ઇન્ફ્રાને નકલી પ્રી ફાયર NOC આપવાનું કારસ્તાન મનપાના પૂર્વ કર્મચારી અને કોન્ટ્રાક્ટ પદ્ધતિથી ફાયર વિભાગમાં કામ કરતા ગૌતમ બામરોલીયા અને સુજલ પોમલે કર્યું હોવાની વિગત સામે આવી હતી. સુજલ પોમલ ફાયર વિભાગમાં કમ્પ્યુટર પર કામ કરતો હતો. જેને એક વર્ષ પૂર્વે જ કોન્ટ્રાક્ટ પૂર્ણ થતા ફરજમાંથી મુક્ત કર્યો હતો. જ્યારે સુજલે નકલી ફાયર એનઓસી બનાવીને નગરપાલિકાના બીજા એક પૂર્વ કર્મચારી ગૌતમ બામરોલીયાની મારફતે મીત ઇન્ફ્રાને આપી હોવાની વિગતો પણ તપાસમાં સામે આવી છે. હાલ ગૌતમ બામરોલીયા અને સુજલ પોમલની પોલીસે ધરપકડ કરી છે. આ બંને કર્મચારીઓએ અન્ય કોઈ ગેરરીતિ કરી છે કે કેમ તેને લઈને પણ પોલીસ તપાસ કરી રહી છે.

  1. Porbandar Crime : કુતિયાણામાં બહેનના ઘેર જઇ એક્સિડન્ટ કેસના આરોપીનો આપઘાત, બાંટવામાં અકસ્માતમાં ત્રણના મોત થતાં લાગી આવ્યું
  2. Taral Bhatt Case Updates: તોડકાંડમાં મુંબઈના દીપ શાહના રિમાન્ડ જૂનાગઢ કોર્ટે નામંજૂર કર્યા, જેલભેગો કર્યો

ABOUT THE AUTHOR

...view details