ગુજરાત

gujarat

છોટાઉદેપુરમાં એક દાયકાથી વણઉકેલાયેલા પ્રશ્નો, અંતરિયાળ ગામોના લોકોએ ચૂંટણી બહિષ્કાર કર્યો, શું છે સમસ્યા ? - Chotaudepur Local Issue

By ETV Bharat Gujarati Team

Published : Apr 29, 2024, 11:01 AM IST

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કુપ્પા અને સાંકડી બારી ગામના ખેડૂતોની જમીનનો મામલો કેટલાય સમયથી અટવાયો છે. સરદાર સરોવરના ડૂબ ક્ષેત્રમાં ગયેલી જમીનના બદલે જમીન અથવા વળતર આપવા સરકારને રજૂઆત કરી હતી. જોકે હજુ પણ તેનું નિરાકરણ ન આવતા સ્થાનિકોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે.

છોટાઉદેપુરમાં એક દાયકાથી વણઉકેલાયેલા પ્રશ્નો
છોટાઉદેપુરમાં એક દાયકાથી વણઉકેલાયેલા પ્રશ્નો

અંતરિયાળ ગામોના લોકોએ ચૂંટણી બહિષ્કાર કર્યો, શું છે સમસ્યા ?

છોટાઉદેપુર :નસવાડી તાલુકાના કુપ્પા અને સાંકડી બારી ગામમાં સીમાડા ફળિયાના ગ્રામજનોને જમીનના બદલામાં જમીન નહીં મળતા રોષ ફેલાયો છે. આ અંગે ગત 18 એપ્રિલે છોટાઉદેપુર જિલ્લા કલેકટર કચેરીમાં લેખિત અરજી આપી હતી. સરદાર સરોવર ડેમની ઊંચાઈ વધતા પાણીના સ્તરમાં વધારો થયો, જેથી ડૂબ ક્ષેત્રમાં ગયેલ જમીનના બદલામાં જમીન નહીં મળ્યાની વિગતો આપી હતી. જોકે આ મામલે હજુ પણ કોઈ કાર્યવાહી ન થતા ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે.

સરદાર સરોવરના ડૂબ ક્ષેત્ર : સરદાર સરોવર ડેમની ઊંચાઈ વધવાના કારણે જળ સ્ત્રાવ વિસ્તારમાં વધારો થયો હતો. જેના કારણે કુપ્પા અને સાંકડી બારી ગામના કોતરોની આજુબાજુના કોતરોમાં પાણી ફરી વળતાં વિસ્તાર ટાપુમાં ફેરવાયો હતો. અંદાજે 40 જેટલા પરિવારો સંપર્ક વિહોણા બન્યા અને રોજી રોટીનો પ્રશ્ન ઉભો થયો હતો. કુપ્પા અને સાંકડી બારી ગામના સીમાડા ફળિયાના ખેડૂતોની ખેતીની જમીન પર પાણી ફરી વળ્યા હતા.

બબ્બે વખત ભૂખ હડતાળ : આ મામલે સરદાર સરોવર ટાપુ લેન્ડ દબાણમાં જતી જમીનનો સર્વે પણ કરવામાં આવ્યો હતો. વર્ષ 2017 માં નર્મદાના અસરગ્રસ્તો કેવડીયા ખાતે ભૂખ હડતાલ પર પણ બેઠા હતા. જ્યાં સરકારના પ્રતિનિધિઓએ મૌખિક આશ્વાસન આપી સ્થાનિકોને પારણા કરાવ્યા હતા. ત્યારબાદ વર્ષ 2022 માં નર્મદાના અસરગ્રસ્તો તિલકવાડા શીરા વસાહત ખાતે ફરી ભૂખ હડતાળ પર બેઠા હતા. ત્યાં પણ સરકારના પ્રતિનિધિઓએ પ્રશ્નોના ઉકેલની ખાતરી આપી પારણા કરાવ્યા હતા.

ગ્રામજનોની માંગ શું ?ડૂબ ક્ષેત્રમાં ગયેલી જમીનની સામે જમીન મળે અથવા તો વળતર મળે તે માટે અસરગ્રસ્તોએ અવાર નવાર રજૂઆત કરી હોવા છતાં તેમના પ્રશ્નોનો નિકાલ ન આવ્યો. આખરે ગામના અસરગ્રસ્તોને જિલ્લા કલેક્ટર સમક્ષ આ અંગે સામૂહિક અરજી કરી હતી. જેમાં સરકારના પરિપત્ર મુજબ ટાપુ લેન્ડ ગણી પાંચ પ્રકારની માંગણી કરી છે.

ચૂંટણી બહિષ્કારની ચીમકી :આ અંગે ગામ લોકોએ ETV Bharat સાથે વાત કરતા જણાવ્યું કે, કુપ્પા ગામના સીમાડા ફળિયાના સર્વેમાં રહી ગયેલા લોકોની જમીન પાણીમાં ડૂબી જતાં તે ટેકરા પર વાંસના કાચા મકાન બનાવી વસવાટ કરી રહ્યાં છે. જ્યારે સાંકડી બારી ગામમાં ઘરની આજુબાજુ ચોમાસામાં ડેમનું પાણી ફરી વળતાં ટાપુમાં ફેરવાય જાય છે. એક ઘરથી બીજા ઘરે જવા હોડકા કે તરાપાનો ઉપયોગ કરવો પડે છે. અમે બે-બે વખત પ્રતીક ધરણા કરી ઉપવાસ આંદોલન પણ કર્યા છે, પણ અમારી માંગ પૂરી નહીં થતાં લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે.

  1. છોટાઉદેપુરના રોડ-રસ્તાની ખસ્તા હાલત, છેલ્લા 10 વર્ષથી હાલાકી ભોગવતી જનતા - Chotaudepur Local Issue
  2. છોટાઉદેપુર જિલ્લાના મોટા રામપુરા ગામે વીજળી પડતા 20 વર્ષની યુવતીનું નીપજ્યું મોત - Girl Died Due To Lightning

ABOUT THE AUTHOR

...view details