ગુજરાત

gujarat

ETV Bharat / state

શિહોર તાલુકાના છેલ્લા ગામ ચોરવડલા પહોંચ્યું ETV ભારત, ગામમાં સિંહ-દીપડાનો ત્રાસ; દિવસે વીજળી મળતી ન હોવાથી ખેડૂતો પરેશાન - Chorvadala Village Problems

લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થતાંની સાથે જ રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી જીતવા માટેની રણનીતિઓ શરૂ થઈ ગઈ છે. શહેરોમાં તો વિકાસ થઈ રહ્યો છે, પરંતુ અમુક છેવાડાના ગામ હાલ પણ વિકાસની રાહ જોઈ રહ્યા છે. ત્યારે ગામડાના રહેતા મતદારોનો મિજાજ જાણવા ETV ભારતની ટીમ ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના અંતરીયાળ ગામડામાં પહોંચી છે.

ચોરવડલા પહોંચ્યું ETV ભારત
ચોરવડલા પહોંચ્યું ETV ભારત

By ETV Bharat Gujarati Team

Published : Mar 27, 2024, 8:54 AM IST

Updated : Mar 27, 2024, 10:16 AM IST

ચોરવડલા પહોંચ્યું ETV ભારત

ભાવનગર:ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાનું છેલ્લુ ગામ એટલે ચોરવડલા ગામ. આ ગામમાં જવા માટે સોનગઢથી લઈને સણોસરા વચ્ચે આવેલા રાજકોટ હાઇવે ઉપરથી તેમજ સોનગઢથી પાલીતાણા તરફના માર્ગ ઉપરથી પહોંચી શકાય છે. ત્યારે ETV ભારતની ટીમ ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના છેવાડે આવેલા સોનગઢ સણોસરા વચ્ચેના ચોરવડલા ગામે પહોંચી હતી. ચાલો જાણીએ આ ગામની કેટલીક સમસ્યાઓ ? અને શું કહે છે ગામ લોકો...

ચોરવડલા પહોંચ્યું ETV ભારત

સાવજ અને દીપડાઓના ત્રાસથી લોકો પરેશાન

ચોરવડલા ગામની આજુબાજુમાં વન વિભાગની જગ્યા આવેલી છે. આ ડુંગરાળ વિસ્તારમાં સાવજ અને દીપડાઓએ ધામા નાખેલા છે. ગામની ત્રણ તરફથી આવતા માર્ગ પરથી તમે પસાર થાવ એટલે તમારે જંગલ ખાતાની જમીનમાંથી પણ પસાર થવું પડે છે. ગામના સરપંચ સહિત સ્થાનિક આગેવાનો સાથે ETV ભારતે વાતચીત કરતાં ચોરવડલા ગામના સ્થાનિકોએ જણાવ્યું હતું કે ગામમાં આવતા ત્રણેય તરફના રસ્તાઓ ખરાબ હાલતમાં છે. જેને પગલે ગામ લોકો હાલાકી ભોગવી રહ્યા છે. આ રસ્તાઓને ઘણા વર્ષોથી રિપેર કરવામાં નહીં આવ્યા હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો.

શિહોર તાલુકાના છેલ્લા ગામ ચોરવડલા પહોંચ્યું ETV ભારત

ખેડૂતોનેે દિવસે વીજળી નથી મળતી

ચોરવડલા ગામ સિહોર. તાલુકાનું ગામ છે અને બાજુમાં જ પાલીતાણા તાલુકાના ગામનો સીમાડો આવી જાય છે. પરંતુ સાવજો અને દીપડાનો ડેરો અહીં હોવાને પગલે ગામ લોકોને ગામની બહાર આવવા જવા માટે પોતાના વાહનોનો ઉપયોગ કરવો પડે છે. માલધારીઓએ પોતાના પશુઓનું સાવજ દ્વારા મારણ થઈ ગયા બાદ સરકાર દ્વારા વળતર નહીં મળતું હોવાનો આક્ષેપ કર્યો હતો. આ ઉપરાંત વીજળી દિવસે આપવામાં નહીં આવતી હોવાને કારણે રાત્રિના ખેતરમાં ખેતી કરતા ખેડૂતોને સાવજના ડરના કારણે પણ હાલાકી ભોગવી પડતી હોવાની ચર્ચા પણ ગામના લોકોના મુખેથી સાંભળવા મળી હતી.

શિહોર તાલુકાના છેલ્લા ગામ ચોરવડલા પહોંચ્યું ETV ભારત

ડૂંગળી અને કપાસના યોગ્ય ભાવ મળતાં નથી

ખેડૂતોએ ડૂંગળી અને કપાસના યોગ્ય ભાવ મળતાં ન હોવાની પોતાની વ્યથા રજૂ કરી હતી. ખાતર બિયારણના ભાવ વધી રહ્યા છે. જેથી ખેડૂતોને આર્થિક રીતે પણ ભારે તકલીફો પડી રહી છે.

ચોરવડલા પહોંચ્યું ETV ભારત

આ ઉપરાંત ખેડૂતોએ ગામમાં પાણીનો પ્રશ્નો પણ યથાવત હોવાનું સામે આવ્યું હતું. શિક્ષણ એ પાયાની જરૂરિયાત છે. સરકાર શાળાઓ તો બનાવી દે છે. પરંતુ શાળાઓ સુધી પહોંચવા માટે વાહનની વ્યવસ્થા કરવામાં નિષ્ફળ નીવડે છે. ચોરવડલા ગામમાં બસની સુવિધા નહીં હોવાને કારણે શિક્ષણ મેળવવામાં વિદ્યાર્થીઓને મુશ્કેલી પડી રહી હોવાનું ETV ભારતની મતદારો સાથે વાતચીતમાં સામે આવ્યું હતું.

શિહોર તાલુકાના છેલ્લા ગામ ચોરવડલા પહોંચ્યું ETV ભારત

ગુજરાતનું એ ગામ જ્યાં પેટ્રોલના ભાવે મળે છે પાણી ? ઈટીવી ભારતે જાણી ગામની વાસ્તવિક્તા... - Bhavnagar village water crisis

Loksabha Election 2024: ઈટીવી ભારતની ચૂંટણી ચોપાલમાં ભાવનગરના મતદારોએ જણાવ્યા પોતાના અભિગમ, અવલોકન અને અનુમાન

Last Updated : Mar 27, 2024, 10:16 AM IST

ABOUT THE AUTHOR

...view details