હમારી માંગે પુરી કરો, નાના ભૂલકાએ હવે બીજેપી સરકારના વિરોધમાં અવાજ ઉઠાવ્યો

By

Published : Sep 22, 2022, 4:01 PM IST

thumbnail

ગાંધીનગર: રાજ્યના જંગલને છોડીને હવે વન વિભાગના કર્મચારીઓ આંદોલન (forest department employees strike) કરવા ગાંધીનગર પહોંચ્યા છે. છેલ્લા 2 વર્ષથી પોતાની પડતર માગણીઓને લઈને 3,000 જેટલા વનરક્ષકો સત્યાગ્રહ છાવણી પહોંચ્યા હતા. અહીં તેમણે જ્યાં સુધી સરકાર માગ (forest employees demand) નહીં સ્વીકારે ત્યાં સુધી આંદોલન કરવાની ચિમકી પણ ઉચ્ચારી હતી. જો કે, આજ આંદોલનમાં હવે બીજેપી સરકારના વિરોધમાં નાના ભૂલકાએ અવાજ ઉઠાવ્યો હતો, જેમાં તે હમારી માંગે પુરી કરો સહીતના સુત્રો ઊચ્ચારતો દેખાય આવે છે. જેનો વીડિયો શક્તિસિંહ જાડેજા દ્વારા પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર (Yuvraj sinh jadeja tweet child video) કરવાામા આવ્યો છે. જેમાં લખ્યુ છે કે, જે 🦁હાવજ 🌳પ્રકૃતિ અને કુદરતી ધરોહર ના રક્ષક છે એવા #વન_રક્ષક અને #વન_પાલ ના કર્મચારીઓ નાના બાળકો સાથે #ગાંધીનગરમાં આંદોલન કરી રહ્યા છે અને બહેરી મૂંગી સરકારના પેટનું પાણી નથી હાલતું, આનાથી મોટી કરૂણતા શું હોઈ ? નાના ભૂલકાઓનો તો અવાજ સાંભળો સરકાર #વાજબી_માંગણીને_સંપૂર્ણ_સમર્થન

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.