પાટણમાં ધોધમાર વરસાદ, નીંચાણવાળા વિસ્તારોમાં ઠેરઠેર પાણી ભરાયા

By

Published : Sep 9, 2021, 5:39 PM IST

thumbnail

પાટણ: જિલ્લામાં સવારથી જ વરસાદી માહોલ બરાબર જામ્યો છે અને મેઘરાજાએ ધોધમાર વરસવાનું શરૂ કરતાં વાતાવરણમાં અનેરી ઠંડક પ્રસરી છે. તો ખેડૂત આલમમાં પણ ખુશી જોવા મળી રહી છે. સવારથી શરૂ થયેલા વરસાદમાં બપોર સુધીમાં જિલ્લાના છ તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે, જ્યારે ત્રણ તાલુકાઓ કોરા રહ્યા છે. વરસાદી પાણી જાહેર માર્ગો પર ફરતાં થયા હતા તો નીંચાણવાળા વિસ્તારોમાં ઠેરઠેર પાણી ભરાયા હતા. વરસાદી આંકડા પર નજર કરીએ તો પાટણ તાલુકામાં 12 mm, સિદ્ધપુર તાલુકામાં 48mm, સરસ્વતી તાલુકામાં 37 mm, સમી તાલુકામાં 19 mm, શંખેશ્વર તાલુકામાં 2 mm અને  હારિજ તાલુકામાં 6mm વરસાદ નોંધાયો છે. રાધનપુર-સાંતલપુર અને ચાણસ્મા તાલુકાઓ કોરા રહ્યા હતા.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.