ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ 2022 : 18.80 લાખ રજીસ્ટ્રેશન, 9 અઠવાડિયા સુધી ચાલશે ક્વિઝ

By

Published : Jul 17, 2022, 7:07 AM IST

thumbnail

ગાંધીનગર : રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે અમદાવાદ ખાતે ગુજરાત ક્વિઝ 2022 નું 7 જુલાઈના (Gujarat Quiz 2022) રોજ પ્રારંભ કર્યો હતો, ત્યારે એક અઠવાડિયા બાદ રાજ્યના શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ જણાવ્યું હતું (gujarat gyan guru quiz 2022) કે, ભારતની સૌથી મોટી ક્વિઝ ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝના (gujarat gyan guru quiz registration 2022) પ્રથમ અઠવાડિયામાં જ સમગ્ર રાજ્યમાંથી બહોળો પ્રતિસાદ પ્રાપ્ત થયો (gujarat quiz competition 2022) છે. જ્યારે અત્યાર સુધીમાં એટલે કે, ફક્ત 10 જ દિવસમાં 18 લાખથી વધુ લોકોનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. રાજ્યની 9221 શાળાના વિદ્યાર્થીઓ તેમજ 2263 કોલેજના યુવાઓએ પ્રથમ અઠવાડિયામાં ભાગ લીધો હતો. આ પ્રથમ અઠવાડિયાની ક્વિઝમાં 3,000 થી વધુ પ્રશ્નોના જવાબ સ્પર્ધકોએ આપ્યા હતા અને સમગ્ર ગુજરાતમાંથી અઠવાડિયામાં 6510 વિજેતાઓ જાહેર કરવામાં આવ્યા હતા. આ ક્વિઝમાં ભાગ લીધેલા તમામ સ્પર્ધકોને ડિજિટલ પ્રમાણપત્ર પણ આપવામાં આવશે અને આ ક્વિઝ 9 અઠવાડિયા સુધી કાર્યરત રહેશે અને દર શનિવારે સ્પર્ધકોને ઇનામ પણ આપવામાં આવશે. આ સ્પર્ધામાં રાજ્ય સરકાર તરફથી કુલ 25 કરોડ રૂપિયા સુધીના ઇનામો રાખવામાં આવ્યા છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.