સરકારી શાળામાં બાળકો સાથે ગીત ગાઈને શિક્ષકોએ કરી સફાઈ, જૂઓ વીડિયો
Published on: Sep 24, 2022, 10:27 AM IST

ઉત્તર પ્રદેશ : લખીમપુર ખેરીમાં એક શિક્ષકનો વીડિયો સોશિયલ મીડિયા (teacher in Lakhimpur Kheri viral video) પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. જેમાં શિક્ષક પ્રાથમિક શાળામાં (government school of lakhimpur kheri) બાળકો સાથે ગીત ગાઈને સફાઈ (teacher sang a song and cleaned) કરી રહ્યા છે. ગીતો દ્વારા બાળકોને સ્વચ્છતાના પાઠ ભણાવવામાં આવી રહ્યા છે. શિક્ષકના સ્વર સાથે બાળકો પણ ગાય છે. આ સાથે શાળાના તમામ શિક્ષકો હાથમાં ઝાડુ લઈને બાળકો સાથે સફાઈમાં વ્યસ્ત છે. હકીકતમાં, શાળાના બાળકોમાં સ્વચ્છતા અને કાર્યની આદત કેળવવાના ઉદ્દેશ્યથી સેવા સપ્તાહ અંતર્ગત જિલ્લાના ઇસાનગર બ્લોકની સંવિલિયન વિદ્યાલય રાયપુરમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. શાળાના મુખ્ય શિક્ષક કમલકુમાર મિશ્રાએ બાળકોને સ્વચ્છતા માટે પ્રેરિત કરવા ગીત રચ્યું હતું. તેમના આ ગીતને સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે. આચાર્ય કમલ કિશોર મિશ્રાએ જણાવ્યું હતું કે, બાળકોનું મન કોમળ હોય છે અને તેમને રમત-ગમતમાં કોઈ પણ કામ શીખવવામાં સરળતા રહે છે, તેથી આ ગીતની રચના કરવામાં આવી છે.
Loading...