જાન જાયે પર ભૂંડ ના જાયે, કાર પર કાર અને તલવારનો વાર, જૂઓ વીડિયો...

By

Published : Jul 25, 2022, 3:37 PM IST

Updated : Jul 25, 2022, 4:28 PM IST

thumbnail

સુરેન્દ્રનગર: વઢવાણ 80 ફૂટ રોડ પર એક જ જ્ઞાતીના 2 ટોળા વચ્ચે મારામારીનો બનાવ (surendranagar Fights on public road) બનતા ચકચાર માચી જવા પામી છે. ભૂંડ પકડતા યુવાનોની કાર સાથે બોલેરો કાર ચડાવી જાનથી મારી નાખવાનો દિન દહાડે પ્રયાસ કરવામાં આવ્યો હતો. હાથમાં તલવાર જેવા હથિયારો વડે 2 થી 3 શખ્સો માર મારતાં (surendranagar Fights due to boars) નજરે પડી રહ્યા છે. મારામારીના બનાવમાં 3થી 4 વ્યકિતને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે 108 મારફતે સી.યુ.શાહ મેડીકલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. માર્ગ પર મારામારીના બનાવ બનતા લોકોમાં ભાગદોડ મચી જવા પામી હતી અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. પોલીસે ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક હળવો કરવાની કામગીરી હાથ ધરી હતી. હાલ તો પોલીસે બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી.

Last Updated : Jul 25, 2022, 4:28 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.