ચાલુ સિઝનમાં જ જિલ્લાના તમામ ડેમ ઓવરફ્લૉ

By

Published : Jul 21, 2022, 10:51 AM IST

thumbnail

ડાંગઃ જિલ્લામાં વરસાદના કારણે પાણી પૂરવઠા હસ્તકના તમામ 9 ડેમ ઓવરફ્લૉ (All Dams overflow at Dang) થઈ ગયા છે. આના કારણે 93.89 મિલિયન ક્યૂસેક ફિટ પાણીનો જથ્થો છે. આ નવ ડેમ 50 ગામોના 58,670 લોકોને ઉપયોગી છે. ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવાને પાણી પૂરૂ પાડતા લશ્કરિયાના 2 ડેમો સહિત ભિસ્યા ડેમ, ગલકુંડ, ધવલીદોડ, વાંઝટટેમ્બ્રુન, સુબીર, જામન્યામાળ અને કિરલીના ડેમમાં કુલ 93.89 MCFT જેટલું એટલે કે, ક્ષમતાના 100 ટકા જેટલું પાણી ભરાઈ ગયું છે. મહત્વનું છે કે, આ ગામોની દરરોજની સામાન્ય રીતે 4.47 મિલીયન લિટર પર ડેની માગ (Solving water problems in Dang) રહેતી હોય છે. આપને જણાવી દઈએ કે, ભિસ્યા ડેમથી જિલ્લાના 7 ગામોના 6,372 લોકોને, ગલકુંડ ડેમમાંથી 10 ગામોના 5,029 લોકોને, ધવલીદોડ ડેમમાંથી 2 ગામોના 4,369 લોકોને, વાંઝટટેમ્બ્રુન ડેમમાંથી 19 ગામોના 11,516 લોકોને, નિલશાક્યા-1 અને 2થી 1 ગામ (આહવા)ના 17,754 લોકોને, સુબીરના ડેમમાંથી 4 ગામોના 7,216 લોકોને, જામન્યામાળ ડેમમાંથી 4 ગામોના 4,396 લોકોને તથા કિરલી ડેમમાંથી 3 ગામોના 2,018 લોકોને મળી કુલ 9 ડેમમાંથી 50 ગામોના 58,670 લોકોને લાભ મળી (Water demand at Dang) રહ્યો છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.