Janjagaran Padayatra : સાબરકાંઠા કોંગ્રેસની જનજાગરણ પદયાત્રામાં ભાજપ સરકારનો બુલંદ વિરોધ

By

Published : Nov 26, 2021, 1:37 PM IST

thumbnail

સાબરકાંઠાના હિંમતનગરમાં આજે કોંગ્રેસ ( Sabarkantha Congress ) દ્વારા જનજાગરણ અંતર્ગત પર પદયાત્રા યોજાઈ હતી. આ Janjagaran Padayatra કેન્દ્ર તેમજ ગુજરાત સરકાર સામે કોંગ્રેસી ટેકેદારો આગેવાનો તેમજ સમર્થકોએ વિવિધ બેનરો પ્લેકાર્ડ સહિત સૂત્રોચ્ચાર સાથે વિરોધનો અવાજ ( Gujarat congress news ) બુલંદ કર્યો હતો. આગામી વિધાનસભા ચૂંટણીને ( Gujarat Assembly Election 2022 ) અનુલક્ષીને સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ ( Sabarkantha Congress ) દ્વારા આજે જનજાગરણ પદયાત્રાનું ( Janjagaran Padayatra ) આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાંથી એકઠા થયેલા કોંગ્રેસી આગેવાનો ટેકેદારો તેમજ સમર્થકોએ હિંમતનગર શહેરમાં બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર કરી ટાવર ચોક સુધી ભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. જિલ્લા કોંગ્રેસના આગેવાનોએ ગુજરાત તેમજ કેન્દ્ર સરકાર સામે બેનરો દર્શાવી અને સૂત્રોચ્ચાર કરી આગામી સમયમાં પરિણામ ભોગવવા તૈયાર રહેવાના નારા સાથે જનજાગરણ પદયાત્રા પૂર્ણ કરી હતી. જો કે ધાર્યા કરતાં ઓછી સભ્ય સંખ્યા તેમાં જોડાતાં કોંગ્રેસી આગેવાનોની ચિંતા વધારી છે તે નિર્વિવાદ બાબત છે.આગામી સમયમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી ( Gujarat Assembly Election 2022 ) આવી રહી છે. સાથોસાથ હાલના તબક્કે ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ ( Gujarat Gram Panchayat Election 2021 ) પણ જાહેર થઈ છે. ત્યારે સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ કમિટી ( Sabarkantha Congress ) દ્વારા જનજાગરણ પદયાત્રા ( Janjagaran Padayatra )યોજી ભાજપ સરકાર દ્વારા વર્તમાન સમય થયેલી વધારો તેમજ મોંઘવારીને મુખ્ય મુદ્દો ગણાવી ભારે સૂત્રોચ્ચાર કર્યા હતાં.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.