વિશ્વ કપ 2023: ડ્રિંક્સ બ્રેક વચ્ચે અદભુત લેસર શોનું પ્રદર્શન યોજાયું
અમદાવાદ: હાલ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે વિશ્વ કપ 2023ની ફાઇનલ ચાલી રહી છે. 1.25 લાખથી વધુ દર્શકો સ્ટેડિયમમાં બેસીને મેચ જોઈ રહ્યા છે. ચાલુ મેચમાં ડ્રિંક્સ બ્રેક વચ્ચે અદભુત લેસર શોનું પ્રદર્શન યોજાયું હતું. આ દરમિયાન દર્શકોએ શોર મચાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે આ મેચ જોવા માટે અનેક મહાનુભાવોએ હાજરી આપી છે. ઉલ્લેખનીય છે કે આ મેચ જોવા માટે અનેક મહાનુભાવોએ હાજરી આપી છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલા ક્રિકેટ વર્લ્ડ કપ 2023 જોવા માટે અમદાવાદ પહોંચ્યા છે. વર્લ્ડ કપ 2023ની ફાઇનલમાં ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ભારતે નિર્ધારિત 50 ઓવરમાં 240 રન બનાવ્યા હતા.
Loading...