CAA કાયદેસર રીતે ટકી શકે કે કેમ અને દિલ્હીના તોફાનો પાછળ કોણ: કોંગ્રેસના નેતા કપિલ સિબ્બલ સાથે વાતચીત

By

Published : Mar 5, 2020, 11:52 PM IST

Updated : Mar 6, 2020, 11:23 PM IST

thumbnail

નવી દિલ્હી: પૂર્વ કેન્દ્રીય પ્રધાન કપિલ સિબ્બલે હિલ્હીમાં થયેલી હિંસા અંગે દિલ્હી પોલીસની કામગીરી અંગે સવાલો ઉભા કર્યા છે. સિબ્બલે કહ્યું કે, દિલ્હી પોલીસે હિંસાત્મક ભાષણ આપનારાઓ સામે 'આંખ આડા કાન' કર્યા હતાં. જે ખૂબ જ ગંભીર મુદ્દો છે. સિબ્બલે કહ્યું કે, ભાજપના નેતાઓ હિંસાત્મક ભાષણો આપી રહ્યાં હોવા છતાં તેમને કોઈ કાર્યવાહીનો સામનો કરવો પડ્યો નથી. પ્રશ્ન- નાગરિકતા સુધારા કાયદા (CAA) સામે ઘણી રાજ્ય સરકારોએ ઠરાવ પસાર કર્યા છે, તેનો કાનૂની આધાર શું? જવાબ- મામલો અત્યારે સુપ્રીમ કોર્ટમાં છે અને અદાલતે જ તે નક્કી કરવાનું છે. અદાલત કાયદાને સ્વીકારી લે છે તો આ ઠરાવોના અમલની બાબત આવશે. ઠરાવોમાં એટલું જ જણાવાયું છે કે ભારત સરકાર આ કાયદા વિશે નવેસરથી વિચારે અને CAAને પાછો ખેંચી લે. આ ઠરાવો બિલકુલ વાજબી છે. પરંતુ બીજી બાબતોની જેમ આ મામલે સુપ્રીમ કોર્ટે જે કંઈ કહેશે તે પ્રમાણે આગળ થશે. પ્રશ્ન- શું CAAના કારણે કોંગ્રેસનું ધ્યાન મંદીમાં જઈ રહેલા અર્થતંત્ર પરથી હટી ગઈ ગયું છે? જવાબ- ના, હું નથી માનતો કે CAA વિરોધી દેખાવોને કારણે મંદી પરથી લોકોનું ધ્યાન હટી ગયું હોય. લોકોને નડતો સાચો મુદ્દો તે જ છે. લોકો શેરીમાં દેખાવો કરવા ઉતરી રહ્યા છે, તેનું એક કારણ એ પણ છે કે લોકો પાસે નોકરીઓ નથી અને ભવિષ્યની ચિંતા છે. તેમાંય વળી ચિંતા એ છે કે જ્યારે નેશનલ પૉપ્યુલેશન રજિસ્ટર (NPR)ના કામ કરશે ત્યારે શું થશે. વસતિ ગણતરી કરનારા લોકોના ઘરે જઇને 2010માં થયું હતું તેનાથી વધારાના સવાલો પૂછવાનું શરૂ કરશે ત્યારે શું થશે. લોકોને ચિંતા છે કે પોતાના નાગરિકત્વનો સવાલ પોતાના ઘરે આવીને સવાલ પૂછનારા પર નિર્ભર થઈ જશે. તેવી વ્યક્તિ પાસે એવો અધિકાર હશે કે તે તેમના નામ સામે D લખી શકશે એટલે કે ડાઉટફુલ કેટેગરીના નાગરિકોમાં તેઓ આવી જશે. સામાન્ય રીતે NPRમાં માત્ર છેલ્લા છ મહિના દરમિયાન તમે ક્યા વસવાટ કર્યો તે જ જાણવાનું હોય છે. પણ તેની સાથે વધારાના સવાલો જોઈને લોકોને ચિંતા છે કે શું પરિણામ આવશે. નોર્થ-ઇસ્ટમાં બન્યું છે તે રીતે, તમે જોયું છે કે તેનાથી બહુ મોટી સમસ્યા ઊભી થાય છે. આસામમાં NRCમાં બાકી રહી ગયેલા 19 લાખમાંથી, 12 લાખ જેટલા હિન્દુઓ છે. કેન્દ્ર સરકારને હતું કે માત્ર મુસ્લિમો જ તે કેટેગરીમાં આવશે. પ્રશ્ન- સરકાર દાવો કરે છે તે પ્રમાણે શું CAA વિરોધી પ્રદર્શનો માટે લઘુમતીઓ દ્વારા થઈ રહ્યા છે? જવાબ- આસામ NRCમાં 12 લાખ હિન્દુઓનો મામલો હોય ત્યારે તે કેવી રીતે લઘુમતીથી ચાલતા હોઈ શકે? આસામમાં 1600 કરોડ રૂપિયા અને દેશભરમાં 30,000 કરોડ રૂપિયા ખર્ચીને આવો જ પ્રયોગ કરવાનો હોય તો લઘુમતી સિવાયના લાખો લોકો, કદાચ કોંગ્રેસને કે બીજા રાજકીય પક્ષોને મત આપનારા લોકો, તે બધાની સામે D મૂકી દેવામાં આવશે. આ બહુ વિભાજનકારી એજન્ડા સાબિત થઈ શકે છે. પ્રશ્ન- દિલ્હીમાં રમખાણો થયા તે પહેલાં ઉશ્કેરણીજનક ભાષણો કરનારા ભાજપના નેતાઓની તમે આકરી ટીકા કરી છે, તેમ છતાં તે છુટ્ટા ફરી રહ્યા છે, તે વિશે શું કહેશો? જવાબ- આ નિશાન બનાવીને થયેલી હિંસા છે. બહુ દુખની વાત છે કે દિલ્હી પોલીસે આંખો બંધ કરી દીધી અને કેટલાક કેસમાં પોલીસ આગળ હતી. મેં એવા ઘણા દાખલા જોયા કે ઇજા પામનારા લોકો જમીન પર પડ્યા છે અને પોલીસ તેમને 'જન ગણ મન' ગાવાનું કહી રહી છે અને મારી રહી છે. મને નવાઈ લાગે છે કે ધિક્કાર ફેલાવનારા લોકો સામે કોઈ પગલાં લેવાયાં નથી. આ બહુ ગંભીર બાબત છે કે ભાજપના નેતા ઉશ્કેરણીજનક ભાષણો કરે, પણ કોઈ પગલાં લેવામાં ના આવે. તંત્ર કશું કરવાનું નથી, ત્યારે અદાલતે આ બાબતની નોંધ લેવી જોઈએ. આ તો કોરોના વાયરસ જેવો કોમી વાયરસ છે, જેને અટકાવાશે નહિ તો ચારે બાજુ ફેલાઈ જશે. મને ખુશી છે કે મુખ્ય ન્યાયાધીશે સૂચના આપી છે કે ચાર અઠવાડિયા માટે અટકાવી દેવાયેલા મામલાને શુક્રવારે જ હાથમાં લેવામાં આવે. આ કલમ આઈપીસીની કલમ 153-A થયેલા ગુના છે, જેમાં જણાવાયું છે કે ઉશ્કેરીજનક ભાષણ આપનારા સામે કામ ચલાવવામાં આવે. શા માટે પોલીસે એફઆઈઆર પણ દાખલ કરી નથી? મજાની વાત એ છે કે વડા પ્રધાન 69 કલાક પછી જાગે છે અને શાંતિની અપીલ કરે છે. પ્રશ્ન- સમગ્ર મામલામાં દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની ભૂમિકા તમે કેવી રીતે જુઓ છો? જવાબ- આમ આદમી પાર્ટીની બાબતમાં મેં જોયું છે કે તેઓ અમુક રીતે જ વર્તે છે. જેએનયુમાં હિંસા થઈ ત્યારે તેમણે કોઈ સક્રિય પગલાં લીધાં નહોતાં. જામિયા યુનિવર્સિટીમાં તોફાનો થયાં ત્યારે તેઓ તેનાથી દૂર જ રહ્યાં. તેમણે જુદાં પ્રકારના એજન્ડા સાથે ભાજપનો સામનો કરવાની કોશિશ કરી, જેની હું ચર્ચા કરવા માગતો નથી. દિલ્હીમાં તોફાનો થયા ત્યારે તેમણે કશું કર્યું નહિ અને પ્રતિનિધિમંડળ તેમને મળવા ગયું ત્યારે તેમના પર વૉટરકેનનનો મારો ચાલ્યો. તેમનું વર્તન સ્પષ્ટપણે રાજકીય ઇરાદા ધરાવે છે. -અમિત અગ્નિહોત્રી

Last Updated : Mar 6, 2020, 11:23 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.