સિંહણે 6 લોકોને લોહીલુહાણ કરી ખુદ અવસાન પામી

By

Published : Jul 20, 2022, 4:54 PM IST

Updated : Feb 3, 2023, 8:25 PM IST

thumbnail

અમરેલી : જાફરાબાદના બાબરકોટ નજીક બે-ત્રણ દિવસ પહેલા એક સિંહણે 6 વ્યક્તિઓ પર હુમલો (Lioness Attack in Jaffrabad) કરીને લોહીલૂહાણ કર્યા હતા. જે બાદ વનવિભાગની 3 રેંજના અધિકારીઓ અને કર્મીઓએ જીવન જોખમે રેસ્ક્યુ ઓપરેશન (Forest Department Rescue Operation) કરીને સિંહણને પાંજરે પૂરવાની કામગીરી હાથ ધરી હતી. ત્યારે ભારે જહેમત બાદ અઘિકારીઓને સિંહણ હાથ લાગતા (Lioness Attack in Babarkot) પાંજરે પુરવામાં વનવિભાગને સફળતા મળી હતી. તેને લઈને વાઈલ્ડ લાઈફ જૂનાગઢના ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ ડો.આરાધના સાહુંએ સિંહણને લઈને જણાવ્યું હતું કે, સિંહણને ફિઝિકલ પ્રોબ્લેમ થયો હોય શકે અથવા બાઇક દ્વારા સિંહણની પજવણી થઈ હોય છે. તેમજ હડકવાની અસર પણ થઈ હોય તો પણ આવું બની શકે છે. જોકે, આ બધા વચ્ચે તેવા સમાચાર પણ આવી રહ્યા છે કે, તે જ દિવસે સિંહણનું મૃત્યુ થઈ ગયું હતું, ક્યાં કારણોસર સિંહણનું મૃત્યુ (Death of lioness) નિપજ્યું તેની તપાસ હાલ ચાલુ છે.

Last Updated : Feb 3, 2023, 8:25 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.