સુરેશ પાનસુરીયા સંયુક્ત કુટુંબ સાથે ઢોલ વગાડતાં મતદાન કરવા ગયાં

By

Published : Dec 1, 2022, 9:30 PM IST

Updated : Feb 3, 2023, 8:34 PM IST

thumbnail

ગુજરાત વિધાનસભા ચૂંટણી Gujarat Assembly Election 2022 માટે પ્રથમ તબક્કાના મતદાન First Phase Election 2022કરવા સાવરકુંડલામાં ભાજપના અમરેલી જિલ્લા ઉપાધ્યક્ષ ઢોલનગારા વગાડતાં પહોંચ્યાં હતાં. સાવરકુંડલા ખાતે ઢોલ નગારા સાથે પાનસુરીયા પરિવાર સંયુક્ત કુટુંબ સાથે મતદાન મથકે પહોચ્યા હતાં. અમરેલી જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષ સુરેશ પાનસુરીયા 50 વ્યક્તિઓના સહપરિવાર સાથે ઢોલ લઈને મતદાન કરવા ગયાં હતાં. લગ્ન પ્રસંગ હોય તે રીતે સાફા બાંધીને શાહીઠાઠમાં પાનસુરીયા પરિવારના સદસ્યો મતદાન મથકે પહોચ્યા હતાં. ઢોલી પર સુરેશ પાનસુરીયાએ ચલણી નોટોનો વરસાદ કર્યો હતો. લોકશાહીના પર્વનું મતદાન કરીને ઉજવણી કરવાનું આહવાન સુરેશ પાનસુરીયાએ કર્યું હતું. વડોદરાથી પ્રથમ મતદાન કરવા દીકરીઓ સાવરકુંડલા પહોચી હતી.

Last Updated : Feb 3, 2023, 8:34 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.