નવસારી જિલ્લા કોંગ્રેસમાં ગાબડું પાડવામાં ભાજપ ફરી સફળ
Published on: Nov 27, 2022, 4:48 PM IST

નવસારી(વાંસદા): ગુજરાત વિધાનસભાની ચૂંટણીને(gujarat legislative assembly 2022) હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ અને આપ પ્રચારના આખરી ઓપમાં(final Preparation of the campaign) લાગી ગયા છે. ભાજપ(bhartiya janta party) પ્રચારની સાથે જોડ તોડની રાજનીતિમાં પણ સક્રિય બન્યું હોય તેવું હાલ દેખાઈ આવ્યું છે. ત્યારે વાંસદા વિધાનસભા(Vansda legislative assembly) મેળવવી ભાજપનું મુખ્ય સપનું બની ગયું હોય તેમ આ સીટ મેળવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યું છે. કોંગ્રેસને(congress) ધોબી પછાડ આપી કોંગ્રેસના ગઢમાં ભાજપ દ્વારા મોટા ગાબડાંઓ પાડવામાં આવી રહ્યા છે. ત્યારે જિલ્લા પંચાયતની ત્રણ બેઠકોમાંથી બે જિલ્લા પંચાયતના સભ્યો ભાજપમાં જોડાતા(join to bjp) વાંસદા કોંગ્રેસને મોટો ઝટકો મળ્યો છે. જિલ્લા પંચાયતની ચાપલધારા બેઠકના કોંગ્રેસ સભ્ય રેખાબેન આહીરે આજે જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહ અને આદિજાતિ પ્રધાન નરેશ પટેલના હસ્તે કેસરિયો ધારણ કર્યો હતો. થોડા દિવસ અગાઉ વાંસદા જિલ્લા પંચાયતની ખાટા આંબા બેઠકના કોંગ્રેસ સભ્ય ચંદુ જાદવ પણ ભાજપમાં સામેલ થયા હતા.
Loading...