દાતાના ધારાસભ્ય પર થયેલા હુમલા પ્રકરણમાં આનંદ પટેલે ઉચ્ચારી આંદોલનની ચીમકી

By

Published : Dec 5, 2022, 10:26 PM IST

Updated : Feb 3, 2023, 8:34 PM IST

thumbnail

નવસારી દાતાના ધારાસભ્ય અને કોંગ્રેસી ઉમેદવાર કાંતિ ખરાડી ઉપર થયેલા હુમલાને પગલે નવસારીના વાંસદાના ધારાસભ્ય અને આદિવાસી નેતા અનંત પટેલે હુમલાના આરોપી જલ્દી ન પકડાય તો ગુજરાતમાં ચક્કાજામ કરવાની ચીમકી ઉચ્ચારી હતી. સમગ્ર ગુજરાતમાં ગુજરાત વિધાનસભા ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયા બાદ ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022નું આજે બીજા તબક્કાનું મતદાન હતું. ત્યારે મતદાન પૂર્વે એક મહત્વની ઘટના સામે આવી છે. કોંગ્રેસના બનાસકાંઠા જિલ્લાના દાતાના ધારાસભ્ય કાંતિ ખરાડી પર જીવલેણ હુમલો થયો હતો. જેમાં દાતા તાલુકાના છોટા બામોદરા પાસે કાંતિ ખરાડીની ગાડી પર હુમલો કરતા ગાડીએ પલટી મારતા છ થી સાત લોકો ઇજાગ્રસ્ત થયા છે કાંતિ ખરાડી ત્યાંથી નાસીને જંગલમાં છુપાઈ ગયા હતા. પોલીસે કલાકો તેમની શોધખોળ કરી પત્તો લગાવ્યો છે. સુરક્ષાને ધ્યાને લઈને ઇલેક્શન કમિશને પણ તેઓને મહત્વની સુરક્ષા આપી છે. ત્યારે દક્ષિણ ગુજરાતમાં આવા હુમલાના ભોગ બનેલા વાંસદાના ધારાસભ્ય અને આદિવાસી નેતા તરીકે ઉભરી આવેલા અનંત પટેલે સોશિયલ મીડિયા પર વિડીયો બનાવી પ્રતિક્રિયા આપી છે કે દાતાના કોંગી ઉમેદવાર પર હુમલો એ આદિવાસી અસ્મિતા પર હુમલો છે. હુમલો કરનારા હુમલાખોરોને જલ્દી ન પકડવામાં આવે તો આવતીકાલે ગુજરાતમાં આંદોલન કરી ચક્કાજામ કરવાની ચીમકી ધારાસભ્ય અનંત પટેલ દ્વારા આપવામાં આવી છે. Navsari Data MLA Gujarat Assembly Election 2022 First Phase Voting Second Phase Voting

Last Updated : Feb 3, 2023, 8:34 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.